fbpx

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા..

Date:

કાકા- બાપાના એકજ પરિવારના બે બાળકો ના મોતથી દેવીપુજક પરિવારમાં ગમગીની છવાઈ…

બન્નેની લાશને શંખેશ્વર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી..

પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળ ની તજવીજ હાથ ધરી..

પાટણ તા. 26
પાટણ જિલ્લાના શંખેશ્વર ના ખારસોલ તળાવમાં શુક્રવારે દેવીપુજક સમાજના બે બાળકો ન્હાવા પડતાં મોતને ભેટયા હોવાની ઘટના સજૉતા સનસનાટી મચી જવા પામી હતી.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના શંખેશ્વર ના ખારસોલ તળાવ ની બાજુમાં આવેલ ખેતરમાં રહેતા દેવીપુજક પરિવારના બાળકો આનંદ સુરેશભાઈ અને તેના કાકા નો દિકરો શ્રીરાજ ધીરૂભાઈ અને અન્ય એક બાળક ધરે કોઈને કહ્યા વગર ત્રણેય જણા ભેગા મળીને ખારસોલ તળાવ મા ન્હાવા માટે ગયા હતા તે દરમ્યાન આનંદ અને શ્રીરાજ તળાવ માં ન્હાવા પડ્યા હતાં અને સાથેનું નાનું બાળક તળાવ ની પાળે બેઠું હતું તે દરમ્યાન અચાનક આનંદ અને શ્રીરાજ તળાવ ના ઉડા પાણી મા ગરક થતાં તળાવ ની પાળે બેઠેલા નાના બાળકે બુમા બુમ કરતાં આજુબાજુ માથી લોકો તળાવ પર દોડી આવ્યા હતા..

અને તળાવ માં ગરક થયેલા આનંદ અને શ્રીરાજ ને મહા મુસીબતે બહાર કાઢી તાત્કાલિક શંખેશ્વર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં બંન્ને બાળકો ને લવાયા હતાં જ્યાં હાજર તબીબે બન્ને બાળકો ને મૃત જાહેર કરતા પરિવાર જનોના આક્રંદ થી ગમગીની છવાઈ જવા પામી હતી.

મૃતક આનંદ સુરેશભાઈ અને તેના કાકા નો દિકરો શ્રીરાજ ધીરૂભાઈ દેવીપુજક મા એક ની ઉમર 13 વર્ષ અને બીજા ની ઉમર 17 વર્ષ ની હોવાનું જાણવા મળ્યું છે.બનાવની જાણ પોલીસ ને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાની સૌપ્રથમ અધતન સુવિધા સભર પાટણ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર ની મુલાકાત લેતા રાજકીય આગેવાનો..

પાટણ જિલ્લાની સૌપ્રથમ અધતન સુવિધા સભર પાટણ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર ની મુલાકાત લેતા રાજકીય આગેવાનો.. ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ ધરોહર દિવસ ની ઉજવણી કરાઈ…

પાટણ તા. ૧૮પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૧૮ એપ્રિલ...

પાટણ રિજીયોનલસાયન્સ સેન્ટર ખાતે મેરી લાઈફ મિશન જાગૃતિ સાથે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ દિનની ઉજવણી કરાઈ..

પાટણ તા. 28ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણ લાયન્સ – લીઓ પરિવાર દ્વારા ધ્વજ વંદન સાથે દેશભક્તિ અને શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન કરાયું..

દેશભક્તિના રંગારંગ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ- લીઓ પરિવારના સભ્યોએ...