આર્મી ના લોખંડી પુરુષ નિતીન જોશી એ પોતાના શરીર પર બુલેટ સાથે દસ આર્મી જવાનોને ઊભા રાખી હૈરત અંગેજ કરતબ રજૂ કર્યા..
કનૅલ નિતીન જોશી ની સાહસિકતાને નૌ સેનાના વડા સહિત અધિકારીઓએ અને જવાનોએ બિરદાવી..
પાટણ તા.૧૧
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની અને સમગ્ર ગુજરાત સહિત ભારત દેશને ગૌરવ અપાવનાર લેફ્ટનન્ટ કર્નલ નિતીન જોશીએ વધુ એક વખત હૈરત અંગેજ કરતબ દર્શાવી નૌ સેનાના વડા સહિત આર્મી અધિકારીઓ અને આર્મી જવાનોના મન જીતી પાટણ પંથકના આર્મી ના લોખંડી પુરુષ તરીકે ગૌરવ અપાવ્યું છે.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની આઈસમેન અને આયૅન મેન તરીકે વર્લ્ડ રેકોર્ડ નો ખિતાબ મેળવનાર અને હાલમાં લેફ્ટનન્ટ કર્નલ અને ગયા ખાતે શારીરિક પ્રશિક્ષણ અકાદમીના અધિકારી તરીકે ની ફરજ બજાવતા નિતીન જોશી કે જે એક સાહસિક અધિકારી તરીકે ની છાપ ધરાવે છે.
તેઓએ તાજેતરમાં ઓફિસર ટ્રેનિંગ એકેડેમી ગયા બિહાર ખાતે આયોજિત દીક્ષાત સમારોહ પ્રસંગે મલ્ટીપલ ડિસ્પ્લે એક્ટિ વિટીમાં પોતાના શરીર ઉપર બુલેટ સાથે 10 આર્મી જવાનોને ઉભા રાખીને બુલેટ ટેબ્લો નું પ્રદશૅન કરતાં ઉપસ્થિત ભારતીય નૌ સેનાના વડા એડમીરલ આર.હરિકુમાર સહિત આર્મીના અધિકારીઓ અને આર્મી જવાનોએ કનૅલ નિતીન જોષી ની સાહસિકતાને બિરદાવી મુકતમને સરાહના કરી હતી.
સરીયર ગામના વતની અને લેફ્ટનન્ટ કનૅલ તરીકેની ફરજ બજાવતા નીતિન જોશીની સાહસિકતા ને લઇ સમગ્ર દેશ અને દુનિયામાં તેઓએ પાટણ પંથકનું આર્મી ના લોખંડી પુરુષ તરીકે નામ રોશન કર્યું છે.
વેલડન લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોશી વેલ ડન…
અહેવાલ યશપાલ સ્વામી