પાટણ તા. 11
પાટણ યુનિ સંલગ્ન સેલ ફાઈનાન્સ કોલેજો માં પ્રિન્સિપાલ, પ્રોફેસર, એસોસિએટ પ્રૉફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર,પી ટી આઈ ટ્રેનિંગ ઓફિસર, ડ્રીલ માસ્ટર તથા ગ્રંથપાલ ની કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે આગામી તા.17/18/ અને 19 જુન એમ ત્રિદિવસીય ભરતી પ્રક્રિયા યોજવા માં આવનાર હોવાનું યુનિવર્સિટી સુત્રો એ જણાવ્યું હતું.
હેમચંદ્રાચાર્ય ઉ.ગુજ.યુનિ.પાટણ સંલગ્ન ઉત્તર ગુજરાત ના પાંચ જિલ્લા માં આવેલ બી.બી.એ., એમ.એસ.સી, એમ.એડ, નર્સિંગ, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, ડિપ્લોમા ઇન ફાયર સેફટી અને ડિપ્લોમા ઈન સેનેટરી ઈન્સ્પેકટર ની ભરતી માટે પાટણની પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ કેમ્સપમાં ઇન્ટરવ્યુ યોજાશે.યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાત ના પાંચ જિલ્લા માં આવેલ બી.બી.એ., એમ.એસ.સી, એમ.એડ, નર્સિંગ, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, ડિપ્લોમા ઇન ફાયર સેફટી અને ડિપ્લોમા ઈન સેનેટરી ઈન્સ્પેકટર, આર્ટસ, કોમૅસ, સાયન્સ બીએડ એમ એસ ડબલ્યુ આર એસ એમ આર એસ એમ એસ સી બીસીએ એમ એસ સી આઈ ટી અને લો ફેકલ્ટી મળી કુલ 22 અભ્યાસ ક્રમો ની 440 કોલેજમાં 4509 જગ્યાઓ માટે કરાર આધારિત ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયામાં પ્રિન્સીપાલની 382, આસી. પ્રોફેસરની 2922, એસોસીએટ પ્રોફેસરની 239, લાયબ્રેરીયન / પીટીઆઇ 832, વાઇસ પ્રિન્સીપાલ / 25, ડ્રીલ માસ્ટર / ટ્રેનીંગ ઓફિસર 109જગ્યા માટે ભરતી કરાશે.પાટણ શહેર મા આવેલ એન જી એસ કેમ્પસ ખાતે ની પી .કે કોટાવાલા આર્ટસ કૉલેજ કેમ્પસ ખાતે સવારે ઓપન ઈન્ટરવ્યૂ દ્વારા ભરતી પ્રક્રિયા કરવા માં આવનાર હોવા નું યુનિવર્સિટી ના સુત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી