અગાઉ વ્યાજખોરો સામે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાના પરિવાર ના આક્ષેપો..
પાટણ તા. 27
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને ડામી દેવા અગાઉ આઈજી ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ વડા દ્વારા અનેક લોક દરબારો આયોજિત કરી વ્યાજખોરોની ચુગાલમાં ફસાયેલા લોકોને પૂરતું રક્ષણ આપવાની ખાતરી આપવા માં આવી હતી. અને વ્યાજ ખોરી કરનાર ના નામ જોગ પાટણ શહેર અને જિલ્લામાં અનેક ગુનાઓ ની નોંધણી કરી વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
પરંતુ આરંભે સુરાની કહેવત પ્રમાણે જિલ્લા માં થોડોક સમય આવી પ્રવૃત્તિ પર રોક લાગ્યા બાદ આજે પુનઃ વ્યાજખોરો એ માથું ઉચકયુ હોય તેવી પ્રતિતી કરાવતો કિસ્સો પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકા ના અરજણસર ગામના રાવળ પરિવાર ના મોભીએ વ્યાજખોરો ના ત્રાસથી અને મારવાની ધમકી ના પગલે ઝેરી દવા ગટગટાવી પોતાની જીવન લીલા સંકેલી લેતા પ્રકાશમાં આવવા પામ્યો છે..
આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજ ખોરિ નો ધંધો કરતા વ્યાજખોરોત્રાસ પુનઃ વ્યાપ્યો છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણ સર ગામના વિભાભાઈ રાવળ નામના ઈસમ દ્વારા પોતાના જ ગામ ના કેટલાક વ્યાજ વટાનો ગેરકાયદેસર ધંધો કરતા આઠ જેટલા ઈસમો પાસેથી જરૂર ના સમયે ઉચા વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારે છેલ્લા કેટલાક દિવસો થી વ્યાજ ખોર ઈસમો દ્રારા વિભાભાઈ રાવળ પાસે પૈસા ની કડક ઉધરાણી કરી મારવાની ધમકી આપતાં આ બાબતે વિભા ભાઈ રાવળ દ્રારા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા વયાજખોરો સામે કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી ન કરાતાં ગતરોજ વયાજખોરો એ વિભાભાઈ રાવળ ને પુનઃ ધમકી આપતાં તેઓ ગભરાઇ ગયા હતા અને પોતાના ધરે આવી સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી પોતાની જીવન લીલા સંકેલી લેતા પરિવારજ નો મા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.આ બાબતે મૃતકના પુત્ર દ્રારા પોલીસ પર તપાસ ના આક્ષેપો કરી ન્યાય મળે અને વ્યાજખોર ઈસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ કરી છે.