મિટિંગમાં વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી..
પાટણ તા. 31
પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા બેઠકનું આયોજન સાંસદ ભરત
સિંહ ડાભી ના અધ્યક્ષ પદે મળી હતી.આ મીટીંગમાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં પાટણ જિલ્લાની તમામ નગર પાલિકા ની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી અને સાંસદ દ્રારા કામગીરીને લગતા મહત્વના સુચનો પણ કરવામાં આવ્યા હતા.બેઠકમાં જે-તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને સાંસદ સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરવામાં આવી હતી. તો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
તદઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તેમજ અન્ય વિભાગો આઈ.સી.ડી.એસ, માર્ગ અને મકાન (સ્ટેટ) ની કામગીરી, તેમજ ઈ-ગ્રામ યોજના અંતર્ગત થયેલ કામગીરી, સર્વ શિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ યોજનાઓ (કેન્દ્ર અને રાજ્ય સરકારની) અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રેઝન્ટેશનને જોઈને સાંસદ દ્વારા જરૂરી સુચનો પણ આપવામાં આવ્યા હતા.જિલ્લા સેવા સદન ખાતે સાંસદ ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં મળેલી આજની દિશા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, જીલ્લા કલેકટર અરવિંદ વિજયન, ઇન્ચાર્જ જીલ્લા વિકાસ અધિકારી પ્રદિપસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના ડાયરેક્ટર આર.કે.મકવાણા, તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.