fbpx

શ્રી મણિભદ્ર ફાઉન્ડેશન અને બાલકૃષ્ણ ગૌશાળા આયોજિત પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો…

Date:

પાટણ તા.૧૬
શ્રી મણીભદ્ર ફાઉન્ડેશન પાટણ સહ બાલકૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ આયોજિત સર્વપ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નું ગુરૂવાર ના શુભ દિને શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં અલગ અલગ સમાજના કુલ છ નવ દંપતિઓએ પોત પોતાના રીતરિવાજ મુજબ લગ્ન ગ્રંથી થી સમાજ ની સાક્ષીએ શાસ્તોકત મંત્રોચ્ચાર વચ્ચે જોડાઈ ઉપસ્થિત મહાનુભાવો અને સંતોના આશિર્વાદ મેળવ્યા હતા.

શ્રીમણીભદ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી બાલકૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ આયોજિત સવૅ પ્રથમ સવૅ જ્ઞાતિ સમૂહ લગ્નમા જોડાનાર નવદંપતિઓને દાતાઓ તરફથી વિવિધ ભેટ સોગાદો અપૅણ કરવામાં આવી હતી. આ સમૂહ લગ્ન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વિલાજ પાર્ટી પ્લોટ ના માલિક અને અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિ કરતા લાલેશભાઈ ઠકકરે સવૅ જ્ઞાતિ સમૂહ લગ્ન ની સરાહના કરી આગામી દિવસોમાં અમદાવાદ ખાતે પણ આવા સવૅ જ્ઞાતિ સમૂહ લગ્ન નું આયોજન કરવા માટે તેઓ તરફથી તન, મન અને ધનથી સહયોગ આપવાની ખાતરી આપી હતી.

પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પણ નવદંપતિઓને લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી. સવૅ જ્ઞાતિ સમૂહ લગ્ન ના આયોજક પ. પૂ. સદગુરુ સંતશ્રી પ્રમુખ દાદા અને શિવ કૃપા આશ્રમ ચાણસ્માના પ. પૂ. શ્રી વિમલાનંદ સરસ્વતીજી મહારાજે પણ નવદંપતિઓને રૂડા આશીર્વાદ આપી નવજીવન ની શુભેચ્છાઓ પાઠવી હતી.

વિલાજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન ને સફળ બનાવવા સમિતિના જીતુભાઈ ઓતિયા, નટુભાઈ દરજી, જયેશભાઈ બારોટ, શંકરલાલ યોગી, સુરેશભાઈ નાઈ, અલકાબેન ઓતિયા, કેતકીબેન નાયક સહિત ના કાર્યકર ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી સમૂહ લગ્નને સફળ  બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં શેરી/સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને કલેકટર નાં હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું…

બાળ સુરક્ષા વિભાગનાં સંકલનમાં સેવાભાવી સંસ્થાઓનાં સહયોગથી શૈક્ષણિક કીટ...

પાટણમાં શાંતિપૂર્ણ માહોલમાં જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ ની પ્રવેશ પરીક્ષા યોજાઈ…

જ્ઞાન સાધનામાં 24,000 વિદ્યાર્થીઓએ અને જ્ઞાનસેતુમાં 20,000 જેટલા વિદ્યાર્થીઓએ...