યુનિવર્સિટી કેમ્પસમાં બે વિભાગોમાં લેબ સહિતના અપગ્રેડેશન અને ઇનોવેશનના કામોના ટેન્ડરો મંજુર કરાયા..
પાટણ તા. 31
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બુધવારે બાંધકામ વિભાગની બેઠક મળી હતી. જેમાં કેમ્પસના બે વિભાગોમાં લેબ સહિતના અપગ્રેડેશન અને ઇનોવેશન માટે ટેન્ડરો મંજુર કરવામાં આવ્યા હતા.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કા. કુલપતિ ડૉ.રોહિત દેસાઈની અધ્યક્ષતામાં બાંધકામ વિભાગની બેઠક મળી હતી.
જેમાં કેમ્પસમાં આવેલા એમબીએ વિભાગમાં અંદાજે રૂ. 1.56 કરોડના ખર્ચે લેબ સહિતના વિવિધ અપગ્રેડેશન અને રીનોવેશન કામ,તેમજ એમ.એસ.સી.આઈ.ટી વિભાગમાં રૂ. 1.80 કરોડના ખર્ચે કોમ્પ્યુટર લેબ,ક્લાસ રૂમ સહિતના એકસ્ટેશન કામના ટેન્ડર ખોલી સૌથી નીચા ભાવના મંજૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત કેમ્પસમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે ચર્ચા કરાઇ હતી.જેથી બાંધકામ વિભાગ દ્વારા કેમ્પસમાં પ્લાન્ટ માટે સ્થળ નિરીક્ષણ સાથે ખર્ચે અંગે રિપોર્ટ આગામી બેઠકમાં રજૂ કર્યા બાદ નિર્ણય લેવાશે.તેવું યુનિ.ના બાધકામ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ.