વિશ્વ બ્રાહ્મણ દિવસની ઉજવણીને યાદગાર બનાવવા બ્રહ્મ સમાજ ની સેવા પ્રવૃત્તિ સરાહનીય બની..
પાટણ તા. 2
તારીખ 1 લી જૂન વિશ્વ બ્રાહ્મણ દિવસ નિમિત્તે પાટણ શહેરના કેટલાક બ્રહ્મ સમાજના આગેવા નોએ આગામી પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રાને સફળ બનાવવા પોતાની યથાશક્તિ દાનની સરવાણી વહાવી વિશ્વ બ્રાહ્મણ દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.
વિશ્વ બ્રાહ્મણ દિવસ નિમિત્તે પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ ભાઈ આચાર્ય દ્વારા આગામી દિવસોમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રામાં તન મન અને ધનથી સહયોગી બનવા બ્રહ્મ સમાજ ના આગેવાનોને આહવાન કરતા બ્રહ્મ સમાજના આગેવાનોએ વિશ્વ બ્રાહ્મણ દિવસ નિમિત્તે જગન્નાથ મંદિર ટ્રસ્ટને પોતાની યથાશક્તિ મુજબ રથયાત્રા નિમિત્તે ફાળો આપી બ્રહ્મ સમાજની એકતા અને અખંડિતતા ના દર્શન કરાવ્યા હતા.
પાટણ બ્રહ્મ સમાજના આગેવાનો પૈકી ચંદ્રુમણા ના નીતિનભાઈ વ્યાસ, પાટણવાડા બ્રહ્મ સમાજ ના પ્રમુખ સુરેશભાઈ વ્યાસ,પાંચ પરગણા બ્રહ્મ સમાજના આગેવાન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી વિનોદભાઈ જોશી, ગુજરાત બ્રહ્મ સમાજના સહમંત્રી મુકેશભાઈ પંડ્યા, યુનિવર્સિટી ના નિવૃત્ત સેક્શન ઓફિસર અશોક ભાઈ ત્રિવેદી, બ્રહ્મ સમાજના સેવાભાવી વીમા એજન્ટ અને એડવોકેટ દર્શકભાઈ ત્રિવેદી સહિત ના બ્રહ્મ સમાજના આગેવાનોએ યથા શકિત ઉદાર હાથે ફાળો આપ્યો હોવાનું પિયુષભાઇ આચાર્ય એ જણાવ્યું હતું.