પાટણ કુણઘેર માર્ગ પર ટુ વ્હીલર ચાલક મહિલાને રીક્ષા ચાલકે ટક્કર મારતા રોડ પર પટકાતા પાછળ આવી રહેલ ટેન્કર મહિલા પર ફરી વળતા મોત નીપજ્યું..

પાટણ તા. ૨૩
પાટણ શહેરના હાઇવે માર્ગો પર અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માત ની ઘટનાઓ સર્જાતી હોય છે અને આવી અકસ્માત ની ઘટનાઓમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે ગુરૂવારના રોજ પૂનમ નિમિત્તે પાટણ કુણઘેર માર્ગ પર આવેલા અંબાજી માતાજી મંદિર દર્શન કરી પરત ફરી રહેલ ટુ વ્હીલર ચાલક મહિલાને રીક્ષા ચાલકે ટક્કર મારતા ટુવિલર ચાલક મહિલા સહિત પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિ રોડ ઉપર પટકાતા પાછળ થી આવી રહેલ લોડીંગ ટેન્કર મહિલા ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની સાથે ટુ વ્હીલર પાછળ બેઠેલા ઈસમને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય

પાટણ કુણઘેર માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા પાટણ શહેરના દત નગર સોસાયટી માં રહેતા અમથીબેન જયતીભાઈ પટેલ હોવાનું જ્યારે ઇજાગ્રસ્ત ઈસમ નું નામ જયતિભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ ને પગલે પોલીસે ધટના સ્થળે પહોંચી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.તો ઘટના સ્થળે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. મૃતક ટુવિલર મહિલા ચાલક પટેલ સમાજની હોવાનું અને આજે પૂનમ હોય અંબાજી માતાના દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ સર્જાયો હોવા નું ઘટના સ્થળે ઉપસ્થિત લોકો દ્વારા જાણવા મળ્યું છે.