google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

કલા ઉત્સવ અને સંસ્કૃત સમૂહ ગાન સ્પધૉ મા કે.કી.ગલ્સૅ પાટણ શાળા ની વિધાર્થીનીઓ અવ્વલ રહી…

Date:

શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવારે વિજેતા વિધાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા. 14 GCERT ગાંધીનગર દ્વારા આયોજિત કલા ઉત્સવમાં સ્પર્ધામાં તેમજ ભારત વિકાસ પરિષદ પાટણની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં કે.કે ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓએ ઝળહળતી સિધ્ધી હાંસલ કરી શાળા પરિવાર નું ગૌરવ વધારતા શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવારે સિધ્ધી મેળવનાર બાળાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ગતરોજ GCERT ગાંધીનગર દ્વારા આયોજિત G-20 वसुधैव कुटुंबकम् વિષયક થીમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિ તેમજ વિવિધ કૌશલ્યોમાં પ્રેરણા મળી રહે તે માટે હેમચંદ્રાચાર્ય શાળા વિકાસ સંકુલ – (SVS) કક્ષાના કલા ઉત્સવ -2023 ની ઉજવણી શેઠ શ્રી વી. કે.ભૂલા હાઇસ્કૂલ પાટણ ખાતે આવેલ સભા ખંડમાં ગાયન, વાદન (સંગીત) ચિત્ર (ચિત્રકલા), કવિતા લેખન (સાહિત્ય) એમ વિવિધ કૌશલ્યોની સ્પર્ધા યોજવામાં આવેલ હતી.

ઉપરોક્ત સ્પર્ધામાં શહેર ની કે. કે. ગલ્સૅ શાળાની વિદ્યાર્થિનીઓએ સંગીત વિભાગની ગાયન કલામાં કુ.રિંકુ હરજીવનભાઈ પરમાર (પ્રથમ),અને સાહિત્ય વિભાગની કવિતા લેખનમાં કુ.સ્નેહા જશવંતભાઈજાદવ (પ્રથમ) નંબર યોગ્યતા પ્રાપ્ત કરી શાળાને ગૌરવ આપાવ્યું હતું આ ઉપરાંત રવિવાર ના રોજ ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા આયોજિત (હિન્દી) રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા માં પણ શાળાની ટીમ વિજેતા પામતા સૌ વિદ્યાર્થિનીઓને અને આ સમગ્ર કૃતિ તૈયાર કરાવનાર શાળાના સંગીત શિક્ષક કમલેશ સ્વામીને શાળાના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના દુધારામપુરાખાતે દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન સેમીનાર યોજાયો.

પાટણ તા. 15 પાટણ તાલુકાના અનાવાડા ક્લસ્ટરના દુધારામપુરા ખાતે...

પાટણના ડો.સપના બ્રિજેશ મેવાડાના પુત્ર નિસૅગ મેવાડા એ નીટની પરીક્ષામાં જીલ્લામાં પ્રથમક્રમાંક મેળવ્યો..

પાટણના ડો.સપના બ્રિજેશ મેવાડાના પુત્ર નિસૅગ મેવાડા એ નીટની પરીક્ષામાં જીલ્લામાં પ્રથમક્રમાંક મેળવ્યો.. ~ #369News