પાટણ તા. 3
ગાંધીનગરના ઉવારસદ ખાતે સદ્ વિચાર પરિવાર સંચાલિત દિવ્યાંગ પુનર્વાસ કેન્દ્ર પર ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા શૈક્ષણિક અધિવેશના આયોજિત ત્રિવિધ કાર્યક્રમ વર્ષ2022 ના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પારિતોષિક શિક્ષકોનું સન્માન, ગુજરાત રાજ્યની એસ. ટી.બસોમાં નિઃશુલ્ક અમર્યાદિત કિ. મી. મુસાફરી માટેનું સ્માર્ટ કાર્ડ અર્પણ તથા NEP 2020 અંતર્ગત શૈક્ષણિક ચિંતન વિષયક કાર્યક્રમ યોજાઈ ગયો.
આ કાર્યક્રમમાં મંચસ્થ ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ પદ્મશ્રી વિભૂષિત ડૉ. પંકજભાઈ શાહ, અતિથિ વિશેષ તરીકે ગાંધીનગર જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી ભગવાન ભાઈ પ્રજાપતિ, ફેડરેશનના ચીફસલાહકાર ડૉ.માનસિંગ ભાઈ પ્રજાપતિ,પ્રમુખ શૈલેષ ભાઈ પટેલ તથા દાતા રામસિંહભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વર્ષ 2022 ના 42 જેટલા એવોર્ડી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. જેમાં પાટણ જિલ્લાના સિદ્ઘપુર ની શ્રી અભિનવ હાઈસ્કૂલના શ્રેષ્ઠ શિક્ષક રુપેશ ભાઈ ભાટિયાનું તામ્રપત્ર પર સન્માન પત્ર, શિલ્ડ, શ્રીમદ્ ભાગવત ગીતા આપી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સાથે ગુજરાત રાજ્યની એસ. ટી. બસોમાં મુસાફરી માટેનું સ્માર્ટ કાર્ડ પણ અર્પણ કરવામાં આવેલ.આ પ્રસંગે પાટણ જિલ્લાના એવોર્ડી શિક્ષકો દશરથભાઈ પટેલ, કુસુમબેન ચંદારાણા, ઘેમરભાઈ દેસાઈ, મધુસૂદન ઠક્કર અને કલ્પેશ ભાઈ અખાણી તથા સમગ્ર ગુજરાતના 250 જેટલા એવોર્ડી શિક્ષકોની પ્રેરક અને પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી.સમગ્ર કાર્યક્રમ ની પૂર્વ તૈયારી ફેડરેશનના મહામંત્રી સંજયભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.