google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ની ફેન્સીગ ની ટીમે ખેલો ઇન્ડીયામાં સિલ્વર મેડલ મેળવ્યો..

Date:

વલ્ડૅ યુનિવર્સિટી ગેમ્સ મા ભાગ લેવા સિલેક્શન ટ્રાયલ માટે ખેલાડીઓ ભુવનેશ્વર જવા રવાના થયા..

પાટણ તા. 3
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજની ફેન્સીગ ટીમેં ખેલો ઇન્ડિયા માં ફેન્સિંગ (ફોઈલ) ની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે વધુમાં વર્લ્ડ યુનિવર્સિટીની ગેમ્સ માટે સિલેકશન ટ્રાયલ માટે ખેલાડીઓ ઓડીશા ના ભુનેશ્વર ખાતે ગયા હોવાનું યુનિવર્સિટી ના સુત્રો એ જણાવ્યું હતું.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના સિલ્વર ગોલ્ડ અને બ્રાન્ચ મેડલ મેળવનાર 11 ખેલાડીઓ ભારત સરકાર આયોજિત ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે 25 મેં થી 3 જૂન સુધી યોજાઇ રહેલ ખેલો ઇન્ડિયામાં જુડો,ટેનિસ, ફેન્સિંગ અને આર્ચરી એમ ચાર સ્પર્ધાઓમાં ભાગ લઈ સિલ્વર ગોલ્ડ અને બ્રાન્ચ મેડલ મેળવી 11 ખેલાડીઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા છે. જેમાં ખેલો ઇન્ડિયા માં શનિવારે યોજાયેલી ફેન્સિંગ (ફોઈલ)માં સ્પર્ધામાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન ટીમેં સિલ્વર મેડલ મેળવ્યો છે. જેમાં યુનિ સંલગ્ન કોલેજના ભૂરાભાઈ સી. દિપકસિંહ, દયારાજસિંહ આર અને મનોજ એમ 4 ખેલાડી ની ટીમે ખેલો ઇન્ડિયા માં ફેન્સિંગ (ફોઈલ) ની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.ત્યારે હવે આ 4 ખેલાડી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેકશન ટ્રાયલ માટે ઓડીશા ના ભુનેશ્વર ખાતે જવા રવાના થયા હોવાનું યુનિવર્સિટી ના શારીરિક નિયામક ડો. ચિરાગ પટેલ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

બિપોરજોય વાવાઝોડાથી પડી ગયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી પાટણ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી..

બિપોરજોય વાવાઝોડાથી પડી ગયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી પાટણ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી.. ~ #369News

ભાવનગરના શિહોરની રૂ.1.10 કરોડની આંગડીયા લુંટ,ધાડના 7 આરોપીઓને ગણતરીના કલાકોમાં પાટણ LCB દબોચ્યા..

ગુન્હામાં વપરાયેલ અર્ટીગા ગાડી સાથે આરોપીઓને ગોલાપુર પોલીસ ને...

પાટણ શહેરના શ્રી ગુણવંત્તા હનુમાન મંદિર પરિસર ખાતે વર્ષોની પરંપરા મુજબ પલ્લી ઉત્સવ ઉજવાયો..

દાદાની પલ્લી શહેરના વિવિધ વિસ્તારોમાં સેવક પરિવારોને ત્યાં પધરામણી...