સમાજના 100 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને દાતા પરિવાર દ્વારા સ્કૂલ કીટ એનાયત કરાઈ..
સમાજના સંતો મહંતોએ ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓ સહિત સમગ્ર સમાજ ને રૂડા આશીર્વાદ પાઠવ્યા. .
પાટણ તા. 4
શ્રી પાટણ દશનામ ગોસાઈ શ્રી પંચ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રવિવારના રોજ શહેરના ભૂતનાથ અખાડા ભદ્ર વિસ્તાર માં સમાજના તેજસ્વી તારલાઓનો અભિવાદન કાર્યક્રમ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોને સ્કુલ કીટ વિતરણ નો કાર્યક્રમ પરમ પૂજ્ય મહંત શ્રી 1008 સ્વામી શ્રી જગદીશપુરીજી ગુરુશ્રી હરિપુરી થળી મઢ જાગીર, મહંત શ્રી રમેશગીરી ગુરુ શ્રીઅભયા નંદગીરી ભુતનાથ અખાડા પાટણ, મહંતશ્રી જગદીશ ગીરી બાબુ ગીરી નીલકંઠેશ્વર મહાદેવ સંખારીના આશીર્વાદ થી આયોજિત કરવામાં આવ્યો હતો.
શ્રી પાટણ દશનામ ગોસાઈ શ્રી પંચ દ્વારા આયોજિત કરાયેલા સ્કુલ કીટ વિતરણ કાર્યક્રમમાં સમાજના 100 થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોને દાતા પરિવાર ગોસાઈ શિવરામ ભારથી પના ભારથી, ગોસાઈ હિતેશગીરી હિંમત ગીરી,ગોસાઈ રાજેન્દ્ર ગીરી જશવંતગીરી,ગોસ્વામી સુનીલ ભારથી નરેન્દ્ર ભારથી, ગોસાઈ રાજેન્દ્રગીરી કાંતિગીરી અને ગોસાઈ રાજેન્દ્રગીરી શંકરગીરી ના સૌજન્યથી સ્કૂલ કીટ એનાયત કરવામાં આવી હતી.
પાટણ શહેરના ભુતનાથના અખાડા ખાતે શ્રી પાટણ દશનામ ગોસાઈ શ્રી પંચ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવા નો યુવાનો એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ બાદ સ્વરુચિ ભોજનનું આયોજન સ્વર્ગસ્થ તારાબેન રમેશપુરી ગોસ્વામી ભૂતનાથ ના અખાડા ભદ્ર પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટીઓ રમેશ પુરી રામપુરી, મયુર ભારથી મહેશ ભારથી, ગોસ્વામી ધર્મેન્દ્રગીરી મનહરગીરી, ગોસ્વામી પ્રતિકગીરી મંગલગીરી ગોસ્વામી અને સંતોષગીરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષે સમાજના આ સંપૂર્ણ કાર્યક્રમ ના યજમાન પદે થળી મઢ જાગીરના મહંત શ્રી જગદીશપુરી બાપુએ સ્વિકારી હોવાનું જણાવ્યું હતું.