વોટર વર્કસ શાખાના ચેરમેન દીક્ષિત પટેલ દ્વારા પાલિકા પ્રમુખ ને આ મામલે રજૂઆત કરાઈ..
પાટણ તા. 4
સિધ્ધપુર મા બનેલી ઘટના બાદ પાટણ શહેરમાં પીવા નું પાણી પુરુ પાડતાતમામ પપીંગ સ્ટેશનો પર સીસીટીવી કેમેરાની સુવિધા ઉભી કરવામાં આવે તો શહેરમાં પીવાનાં પાણીનાં સ્ત્રોત અને સંગ્રહ સ્થળો પર ચાલતી શંકાસ્પદ પ્રવૃતિઓ પર ચાંપતી નજર રાખવામાં તંત્રને મદદ મળી શકે તેમ હોવાનું પાલિકા ના વોટર વર્કસ શાખા ના ચેરમેન દિક્ષિત પટેલે જણાવી સીસીટીવી કેમેરા દરેક પમ્પિંગ સ્ટેશનો ઉપર કાયૅરત કરવા પાલિકા ના અધિકારીને રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.
સિધ્ધપુરનાં ચકચારી પાઈપ કાંડ બાદ પાટણ શહેરમાં પાણી પુરવઠા વિભાગની મિલકતો, પપીંગ સ્ટેશનો પર પણ હવે ચાંપતી નજર રાખવી જોઈએ તેવી જરુરીયાત જણાઈ રહી છે ત્યારે પાટણ નગર પાલિકા દ્વારા જુદા જુદા પંપીંગ સ્ટેશનો ઉપરથી શહેરની જનતાને પાણીની સુવિધા પુરી પાડવામાં આવે છે.
નમૅદા કેનાલ આધારીત સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિધ્ધિ સરોવર ખાતેનાં ફિલ્ટર પ્લાન્ટ ઉપરથી નગર પાલિકા ના વિવિધ પપીંગ સ્ટેશનો દ્વારા શહેરમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. પાણી એ અતિ આવશ્યક સેવાનો ભાગ છે. તેથી પાણી પુરુ પાડતા ફિલ્ટર પ્લાન્ટ અને પપીંગ સ્ટેશનો પણ સુરક્ષિત અને પ્રતિબંધિત હોવા જરુરી છે. આથી નગર પાલિકા નાં તમામ પંપીંગ સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરવાની અત્યંત જરુરિયાત ઉપસ્થિત થયેલ છે. પાટણના સિધ્ધિ સરોવરમાં નર્મદા કેનાલ નું પાણી ભરવામાં આવે છે અને તે પાણી ઈન્ટેક્વેલ દ્વારા ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર કરીને શહેરની જનતાને પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. આ સિધ્ધિ સરોવર ચારેય બાજુથી ખુલ્લુ હોવાથી લોકો આત્મહત્યા કરવામાટે તેનો દુરુપયોગ કરી રહયા છે.
જે અત્યંત ઘૃણાસ્પદ છે. આથી સિધ્ધિ સરોવર ઈન્ટેક્વેલ અને ફિલ્ટર પ્લાન્ટ ઉપર તેમજ શહેરની મધ્યમાં આવેલા ગાંધીબાગ પમ્પીંગ સ્ટેશનની જગ્યા જાહેર બગીચાની હોવાથી અસામાજીક તત્વોની અવર જવર રહેતી હોય છે. આથી કોઈ અઘિટત ઘટના ન બને તે હેતુંથી ગાંધીબાગ પપીંગ સ્ટેશન ઉપર તાત્કાલીક સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરવા માટે સ્વભંડોળ અથવા યોજનાક્યિ ગ્રાન્ટમાંથી જરુરી રકમ ફાળવી આપવા સામાન્ય સભા માં મુકી ને તેનો નિર્ણય કરવામાં આવે તેવી રજુઆત પાટણ નગર પાલિકા નાં વોટર વર્કસ શાખા ના ચેરમેન દિક્ષીત પટેલ દ્વારા પાટણ નગર પાલિકા નાં પ્રમુખને રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.