માતા પિતા ના પગપખાળી આરતી ઉતારવામાં આવી: ધો.1 થી 8 ના બાળકો ને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા..
પાટણ તા. 3
પાટણ ફોટોગ્રાફર એસોસિયન દ્વારા શનિવારે આશીર્વાદ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન સમારોહ તેમજ વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રગટય કરી કરવામા આવી હતી આ પ્રસંગે પાટણ એસોસિયશનના પ્રમુખ નીતિનભાઈ પટેલ તસ્વીર સ્ટુડિયો એ આવેલ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતુ.આ પ્રસંગે વડીલ વંદનાકાર્યક્રમ નુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં આજના દીકરાઓએ પોતાના માતા પિતા ના પગ ધોઈ અને આરતી ઉતારી પોતાની જાતને ધન્યભાગ માની હતી.આ પ્રસંગે ધો.1 થી ધો. 8 સુધીના બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસીએશનના પ્રમુખ બી.કે.પ્રજાપતિ, પાટણ એસોસિયેશનના પ્રમુખ નીતિનભાઈ પટેલ,મંત્રી હિતેશભાઈ પટેલ,ખજાનચી જીગરભાઈ જોશી, સહમંત્રી ભાવિન પટેલ, ઉપપ્રમુખ અલ્પેશ પટેલ સહિત કારોબારી સભ્યો અને સૌ ફોટોગ્રાફર મિત્રો પરિવાર સાથે હાજર રહી સ્વરુચિ ભોજન લઇ છુટા પડ્યા હતા.