પાટણ તા. 28 પાટણ પ્રજાપતિ ઢોલકા વાળા ધોરખોદીયા ટ્રસ્ટ પરિવાર દ્રારા સમાજ સેવા ની સાથે સાથે લોકસેવા ના કાર્યો કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભાદરવી પૂનમ ના અંબાજી સ્થિત યોજાતાં મહામેળા મા લાખો ભક્તો પદયાત્રા સંઘો લઈ માતાજી ની માંડવી સાથે સમગ્ર ગુજરાત ભાર માંથી અંબાજી તરફ પ્રયાણ કરતા હોય છે ત્યારે પદયાત્રા સંઘમાં જોડાયેલા પદયાત્રીઓને અંબાજીના માર્ગો પર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તેવા ભાવ સાથે વિવિધ સેવાકીય સંસ્થાઓ અંબાજીના માર્ગો પર વિવિધ સેવા કેમ્પ કાર્યરત કરાતા હોય છે
ત્યારે પાટણ પ્રજાપતિ ઘોરખોદીયા ઢોલકાવાળા પરિવાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દાતા નજીક મોટાસડા ગામ મુકામે અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ મેડિકલ સેવા કેમ્પ નો અંબાજી પગપાળા જતાં હજારો પદ યાત્રાળુઓ દ્વારા આ મેડિકલ સેવા કેમ્પનો લાભ લઈ સેવા કેમ્પમાં સેવા આપતા પાટણ પ્રજાપતિ ઢોલકા વાળા ધોરખોદીયા પરિવાર પાટણના સેવાભાવી યુવાનો ની સેવાને સરાહનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી