fbpx

પાટણનાં ૪૯ કરોડનાં કાંડનાં આરોપીને ચેક રિટર્ન કેસની સજા મા અટકાયત કરી જેલ હવાલે કર્યો…

Date:

પાટણ તા. ૨૨
પાટણના નવાગંજ બજારનાં ચાની કિટલીવાળા ખેમરાજ દવેને રૂા. ૪૯ કરોડનાં ઇન્કમટેકસનાં કઠેડામાં ઉભો કરી દેનારા પાટણ ગંજ બજારનાં એક સમયનાં પેઢીનાં કમિશન એજન્ટ વેપારી અલ્પેશ મણિલાલ પટેલ રે. પાટણની આ કેસ સંદર્ભે એક તરફ પાટણ એલ.સી.બી. પોલીસ દ્વારા પુછપરછ ચાલી રહી છે.

તો બીજી તરફ અલ્પેશ પટેલને ચેક રિટર્ન કેસમાં પાટણની જ્યુડિસીયલ કોર્ટે ફટકારેલી એક વર્ષની સજા અને રૂા.૧.૭૦ લાખનો દંડ ભરવાની સજાના મામલે પાટણની કોર્ટે તેને સજા ભોગવવા માટે ઇસ્યુ કરેલા સજા વોરંટની પાટણ પોલીસે અલ્પેશને બજવણી કરી હતી ને તેને ઉપરોક્ત સજા ભોગવવા માટે તેની અટકાયત કરી તેની ધરપકડ કરીને તેને પાટણ કોર્ટમાં રજુ કરી તેને હાલમાં જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

તો આ કેસની તપાસ કરી રહેલ પાટણ એલ.સી.બી. પોલીસ હવે ટુંકમાં અલ્પેશને તેની સામેનાં ૪૯ કરોડ નાં આઈ.ટી. કેસમો આરોપી તરીકે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરશે તો અલ્પેશને પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લવાયો હતો તથા આ કેસનાં ફરિયાદી ખેમરાજ દવેને પણ પોલીસે જવાબ માટે બોલાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત એમસીએમસી કંટ્રોલરૂમની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર..

પાટણ તા. ૨૭લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે રાજ્યમાં મતદાનને હવે...

પાટણની શેઠ બી.એમ.હાઈસ્કૂલ ખાતે સર્વાઇકલ કેન્સર અવરનેસ કાર્યક્રમ યોજાયો..

જિલ્લા શિક્ષણાધિકારી એ ખાસ ઉપસ્થિત રહી સર્વાઇકલ કેન્સર અવરનેશ...

પાટણના ડેર ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો ડિગ્રી વગરના ડોક્ટર ઝડપાયો..

પાટણ તા. 24 પાટણ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચડા...