વષૅ 2023-24 નું બજેટ સવૉનુમતે મંજૂર કરી ચાલુ સાલે સભાસદો ને ભેટ આપવાનો નિર્ણય કર્યો..
પાટણ તા. 5
પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિની સાથે સાથે સમાજ સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તો પ્રજાપતિ યુથ ક્લબના સભ્યો દ્વારા સમાજ ના યુવાનો નાણાંની બચત કરી શકે તેવા શુભ હેતુથી કાર્યરત કરાયેલ શ્રી જય હરિ કો.ઓપ.લી ની સાધારણ સભા રવિવારના રોજ પ્રમુખ મહેશભાઈ એચ. દલવાડી , મંત્રી હિરેનભાઈ એચ.પ્રજાપતિ,ઉપ પ્રમુખ કનુ ભાઈ એમ પ્રજાપતિ તથા અન્ય ડિરેક્ટરો ની ઉપસ્થિત વચ્ચે અઘ્યક્ષ રમણ ભાઈ છગન ભાઇ પટણી ની આગેવાનીમાં નાણાવટી શાળાના સભાખંડમાં મળી હતી.
શ્રી જય હરિ કો. ઓપ. લી ની મળેલી સાધારણમાં પ્રમુખ મહેશભાઈ એચ. સંસ્થા ની માહિતી આપી હતી તો મંત્રી હિરેનભાઈ એ. પ્રજાપતિએ ગત વર્ષ નું નફા નુકશાન ખાતું અને 2023-24 નું બજેટ રજુ કરેલ જે બજેટને સવૉનુમતે મંજૂર કરી ચાલુ સાલે દરેક સભ્ય ને ભેટ આપવાનું નક્કી કરવાં આવેલ હતુ.