fbpx

પાટણ પ્રજાપતિ યુવા શક્તિ સંગઠન દ્વારા પૂનમના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભ ભગવાનની મહાઆરતી મહાપ્રસાદ નું આયોજન કરાયું..

Date:

આ ધામિર્ક પ્રસંગે મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ સહિત ના ભકતો ઉપસ્થિત રહ્યા..

મંદિર પરિસરને દિપક ની રોશનીથી ઝગમગતુ બનાવવામાં આવ્યું..

પાટણ તા. 4
પાટણ પ્રજાપતિ યુવા શક્તિ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સૌ પ્રથમવાર શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે રવિવારને પૂનમ ના પવિત્ર દિવસે મહા આરતી અને મહાપ્રસાદનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.પાટણ પ્રજાપતિ યુવા શક્તિ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા વહેલી સવારે શ્રી પદ્મનાભ મંદિરપરિસરની સફાઈ અભિયાન કામગીરી કરવામાં આવી હતી. જ્યારે સાંજે શ્રી પદ્મનાભજી ના મંદિર પરિસરને દીપક ની રોશનીથી જગમગતું બનાવવામાં આવ્યુ હતું. ત્યારબાદ ભગવાન શ્રી પદમનાભજી સન્મુખ 108 દીવાની મહા આરતી ઉતારી ઉપસ્થિત તમામ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ મહાપ્રસાદનાયજમાન પદે સ્વ. સવિતાબેનદેવચંદભાઈ પ્રજાપતિ હસ્તે.રાજુભાઈ પ્રજાપતિ પરિવાર, સ્વામી હરેશભાઈ તુલસીદાસ,પ્રજાપતિ ચેતનભાઈ, પ્રજાપતિ અમિતભાઈ ધનાભાઈ પરિવારે લ્હાવો લીધો હતો.પાટણ પ્રજાપતિ યુવા શક્તિ સંગઠન દ્વારા સૌ પ્રથમવાર પૂનમના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભજી ભગવાન ના મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલ ધામિર્ક પ્રસંગમાં મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ સહિત ના ધર્મ પ્રેમી નગરજનોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે યુવા શકિત સંગઠનના સેવાભાવી યુવાનો, પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવારના ટ્રસ્ટીઓ, પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના આગેવાનો, પદ્મનાભ વિકાસ સમિતિ તેમજ મુકિતધામ કમિટીના સભ્યો સહિતનાઓએ જહેમત ઉઠાવી પ્રસંગ ને દિપાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પાલીકા ની સ્વચ્છતા શાખા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ..

છીડીયા દરવાજા નજીક ની સોસાયટી વિસ્તારની ગંદકી ઉલેચી ઝાડી-...

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા મોદી આત્મ હત્યા કેસમાં સંડોવા યેલા આરોપી ના જામીન રદ કરતી પાટણ કોર્ટ..

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા મોદી આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ના જામીન રદ કરતી પાટણ કોર્ટ.. ~ #369News

પાટણના ગાયનેક ડોક્ટર બ્રિજેશ મેવાડા ની જનની હોસ્પિટલનો દબદબાભેર પ્રારંભ કરાયો..

મેડિકલ નગરી પાટણને પ્રસુતિ અને સ્ત્રી રોગો માટે જનની...