google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભાજપ શાસિત પાટણ પાલિકા માં હંગામી કર્મચારીઓ ની અરસ પરસ ની બદલી સામે વિપક્ષના કોર્પોરેટરની તીખી પ્રતિક્રિયા..

Date:

પાલિકા પ્રમુખ દ્રારા પાલિકા ની વિવિધ શાખા ઓના 22 જેટલા હંગામી કમૅચારીઓની અરસ પરસ બદલી કરાતા પાલિકા ની કામગીરી મંદ પડી..

પાલિકાની વિવિધ શાખાના કામ અર્થે આવતા અરજદારોને નવીન સ્ટાફ ના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો..

પાલિકા પ્રમુખ દ્વારા વિવિધ શાખાના અધિકારીઓ સાથે પુનઃ વિચાર વિમર્શ કરી બદલીઓ કરાય તેવી અરજદારોની માંગ..

પાટણ તા. 5
પાટણ નગરપાલિકામાં ઘણા સમયથી વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓની અચાનક જ પાલિકા પ્રમુખ દ્વારા તા. 31 મી થી અરસ પરસ ની બદલી ના ઓડૅર કરાતા પાલિકા ના તમામ વિભાગો ની કામગીરી હાલમાં મંદ ગતિએ ચાલતી હોય જેને કારણે પાલિકાના વિવિધ વિભાગોમાં કામગીરી માટે આવતાં અરજદારો ને હેરાનગતિ સાથે ખોટો સમય બગડી રહયો હોવાનું કેટલાક અરજદારો એ બળાપો વ્યકત કરી પાલિકા પ્રમુખ દ્રારા ક્રમશઃ હંગામી કર્મચારીઓની અરસ પરસ ની બદલી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે.

પાટણ નગરપાલિકા પ્રમુખ દ્વારા તારીખ 31મી ના રોજ પાટણ નગરપાલિકાની વિવિધ શાખાઓ પૈકી વેરા શાખા, જન્મ મરણ શાખા, વહીવટી શાખા, સ્ટ્રીટ લાઈટ શાખા, વોટરવર્ક શાખા, બાંધકામ શાખા, હિસાબી શાખા, વાહન શાખા, સ્વચ્છતા શાખા અને ફાયર શાખા ના મળી કુલ 22 જેટલા હંગામી કર્મચારીઓની અરસ પરસ બદલી કરવામાં આવી છે જેમાં મહત્વ ના ગણાતા જન્મ મરણ શાખા અને વેરા શાખા માથી જુના સ્ટાફને અરસ પરસ ની બદલી કરાતા અને તેઓની જગ્યાએ અન્ય હંગામી કર્મચારીઓને કામગીરી સોપવામાં આવતાં આ બન્ને શાખા ના કામકાજ માટે આવતાં અરજદારો ના કામની ગતિ મંદ બની છે જેના કારણે અરજદારો નો ખોટો સમય બગડી રહયો હોય પાલિકા પ્રમુખ દ્ધારા અરસ પરસ ની બદલી મામલે જે તે શાખા ના અધિકારી ઓ સાથે પુનઃ વિચાર વિમશૅ કરી અરસ પરસ ની બદલી કરવી જોઈએ તેવુ પાલિકા ની વિવિધ શાખા ની કામગીરી માટે આવતાં અરજદારો એ ઈચ્છા વ્યકત કરી છે.

તો આ બાબતે નગરપાલિકાના વિરોધ પક્ષના કોર્પોરેટર ભરતભાઈ ભાટીયા એ અરસપરસ ની બદલીઓ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટરો દ્વારા પોતાના મામા માસીના ભાણિયાને તેમ જ તેમના મળતીયા ઓના માણસોને નગરપાલિકામાં ફરજ પર લેવા માટે કોઈપણ પ્રકારના આયોજન વગર અરસ પરસ બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હોવાનો બળાપો વ્યકત કરી કેટલીક શાખામાંથી વર્ષોથી કામ કરતા અને અનુભવી હંગામી કર્મચારીઓને પણ છુટા કરાયા હોય જે બાબતે નું તેઓએ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધોરણ -12 સાયન્સના વિધાર્થીઓની NEET ની પરીક્ષાનું સેન્ટર હેમ.ઉ. ગુ. યુનિવર્સિટી ને મળે તેવી શૈક્ષિક મહાસંધે માગ કરી.

યુનિવર્સિટી કુલપતિને વિધાર્થી હિતના સુચનો સાથે આવેદનપત્ર અપાયું..પાટણ તા....

વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ રસ દાખવવો જોઈએ : પાલિકા પ્રમુખ..

પાટણની ગોપાલક વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા...