યુનિવર્સિટી કુલપતિને વિધાર્થી હિતના સુચનો સાથે આવેદનપત્ર અપાયું..
પાટણ તા. 8
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,ગુજરાત
ના પાટણ અને બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારો દ્વારા અધ્યાપકો તથા રિસર્ચ સ્કૉલર માટે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ટીચર ટ્રેનીંગ પ્રોગ્રામ જેવા કે ફેકલ્ટી ડેવલપમેન્ટ, રિફ્રેશર કોર્સ, વર્કશોપ, સેમિનાર, શોર્ટ ટર્મ કોર્ષ જેવા વિવિધ પ્રોગ્રામોનું ટ્રેનીંગ સેન્ટર ગુજરાતની ઘણી યુનિવર્સિટીમાં ચાલે છે તેવું તાલીમ સેન્ટર પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સ્થપાય તથા ધોરણ -12 સાયન્સના વિધાર્થીઓને NEET ની પરીક્ષાનુ સેન્ટર પણ યુનિવર્સિટીને મળેતો વિધાર્થીઓને દૂર સુધી પરીક્ષા આપવા જવુ ના પડે તે માટે પરીક્ષા સેન્ટર પાટણ માં આવે આ ઉપરાંત યુજીસી નેટની (NEET)પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પાટણમાં જ પરીક્ષા સેન્ટર મળી રહે તેવી વિવિધ વિષયોને લઈને કુલગુરુ, હેમચંદ્રા
ચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણને આવેદનપત્ર આપી પોતાની લાગણીઓ રજૂ કરી હતી. આ રજુઆતને લઈ ને યુનિવર્સિટી કુલપતિએ પણ આ વિવિધ વિષયો માટે હકારાત્મક અભિગમ દર્શાવ્યો અને આવી સુવિધાઓ ઊભી કરવા માટે પ્રયત્ન શીલ રહેવાની ખાતરી આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી