google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ રેલ્વે સ્ટેશન નીએડીઆરએમ એ માત્ર પાંચ જ મિનિટની વિઝીટ લઈ પાટણ સ્ટેશનનો તાગ મેળવી રવાના થયા…

Date:

પાટણ તા. ૭
પાટણનાં નિર્માણાધિન રેલ્વે સ્ટેશનની પાંચ જ મિનિટ ની મુલાકાતમાં અમદાવાદ રેલ્વે ડિવીઝનનાં એડિશ્નલ ડિવીઝનલ મેનેજર આલોક કુમારે પાટણ સ્ટેશનનો તાગ મેળવી રવાના થતાં રેલ્વેના વર્તુળોમાં એડિશનલ ડિવિઝનલ મેનેજર ની ટુકી મુલાકાતને લઇ ને ચચૉઓ જાગી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ ડિવીઝન હેઠળ આવતાં વિવિધ રેલ્વે સ્ટેશનોનાં ઇન્સ્પેક્શન માટે ગતરોજ એડિશનલ ડિવિઝનલ મેનેજર તેમનાં ઈજનેરો અને સ્ટાફ સાથે નિકળ્યા હતા. તેઓ પાલનપુર, ભીલડી સ્ટેશનોનાં ઇન્સ્પેક્શન બાદ બપોરે ૩.૨૩ મીનીટે પાટણનાં રેલ્વે સ્ટેશનમાં ભિલડી તરફથી ખાસ ઇન્સ્પેક્શન વાનમાં આવ્યા હતા.

આ સ્પેશ્યલ કોચ પાટણ સ્ટેશનનાં બીજા પ્લેટફોર્મ ઉપર આવ્યો હતો. તેમાંથી પ્લેટફોર્મ ઉપર સ્ટાફ તથા ઇજનેરો અને પાટણ સ્ટેશનનાં નવનિર્માણનું કામ કરતી એજન્સીનાં ઇજનેરો ઠેકેદારોને મળ્યા હતા. તેઓ એ અહીં તેમને સ્ટેશનની કામગીરીનો નકશો બતાવ્યો હતો.ને માત્ર પાંચ જ મિનિટ ર રેલવેના એડિશનલ કમિશનરે પાટણ સ્ટેશનનો તાગ મેળવી પોતાના સ્ટાફ સાથે રવાના થયાં હતાં. આ પ્રસંગે પાટણ સ્ટેશન
નાં મુખ્ય અધિકારી સહિત સ્ટાફ તેમની સાથે જોડાયા હતા.

પાટણ રેલ્વે સ્ટેશનની ઉડતી મુલાકાતે આવેલ એડીઆરએમ આલોકકુમારે ઈજનેરો સાથે પાંચ મિનિટ શું વાતચીત કરી તે જાણી શકાતું નથી.જોકે પાટણ સ્ટેશનનાં ઇજનેરોએ જણાવ્યું કે, પાટણ સ્ટેશને ૧૨ મીટર નો ફુટઓવર બ્રીજ બનાવવામાં આવે તેવું સૂચન કરાયું છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ જ્યારે રેલ્વેનાં ડી આર એમ પાટણ આવ્યા ત્યારે તેઓએ સ્ટેશન ઉપર અશક્ત, વૃધ્ધો અને દિવ્યાંગો માટે સરકતી સીડી મુકવા નું સૂચન કર્યુ હતું.રેલ્વે ના એડીઆરએમ ની પાટણ રેલ્વે સ્ટેશન ની ફકત પાંચ જ મિનિટ ની મુલાકાત ને લઇ રેલ્વે સુત્રોમા ચચૉઓ જાગી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકાના કતપુર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો..

બાળકોને કુમકુમ તિલક સાથે મીઠું કરાવી શૈક્ષણિક કીટ અપૅણ...

સ્વચ્છતા હી સેવા મિશન અંતર્ગત પાટણ જિલ્લાના 29 ગામોમાં વિવિધ પ્રવૃતિઓ કરાઈ…

પાટણ તા. 22 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્વારા...