fbpx

પાટણના માખણિયા પરા વિસ્તારમાં દૂષિત પાણીના તળાવો ઓવર ફ્લો થતાં ખેડૂતોના ખેતરો દૂષિત પાણીથી છલકાયા..

Date:

ખેડૂતો દ્વારા પાલિકા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન થતા ખેડૂતોમાં રોષ..

ઓવરફ્લો થતા ભૂગર્ભ ના દૂષિત પાણી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ખેડૂતોની આંદોલનની ચીમકી…

પાટણ તા. 5 પાટણ નગરપાલિકા ની નઘરોળ નિતિ રીતી ને કારણે પાટણના નગરજનો વિવિધ સમસ્યાઓને લઈને પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના માખણિયા પરા વિસ્તારમાં આવેલ ખેડૂતો ના ખેતરો મા ભૂગર્ભ ગટરના દુષિત પાણી ફરી વળતા ખેડૂતો ના ખેતરો તળાવોમાં ફેરવાયા છે. આ બાબતે વિસ્તાર ના ખેડૂતો દ્રારા પાલિકા ના ચિફઓફિસર સહિત સતાધીશો ને લેખિતમાં તેમજ મૌખિક મા રજુઆત કરવા છતાં આજદિન સુધી આ સમસ્યા નું નિરાકરણ નહિ લવાતા ખેડૂતો ને પડતા પર પાટું જેવો ઘાટ સજૉયો છે.

આ વિસ્તારના ખેડૂતો પૈકી જયેશભાઈ પટેલ,કમલેશભાઈ પટેલ,મણીલાલ પટ્ટણી,નટુભાઈ પટ્ટણી, હરસિઘ્ધભાઈ પટેલ, કનુભાઈ પટેલ, જેંતીજી ઠાકોર સહિતના ઓએ જણાવ્યું હતું કેમાખણિયા પરામાં આવેલ 7 તળાવમાં ભૂગર્ભના ગટરોનું પાણી આવવાથી આ તળાવો ઓવરફ્લો થતાં આ ભૂગર્ભનું પાણી ખેડૂતો ના ખેતર મા આવવાથી ખેડૂતો ના ખેતરો પણ તળાવ મા ફેરવાયા છે. ખેતરો મા દૂષિત અને દુર્ગંધ યુક્ત ભૂગર્ભના ગંદા પાણી ભરાવવાના કારણે ખેતીમાં પણ ખૂબ નુકશાન થઈ રહ્યું છે. પાલિકા તંત્ર ને લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં આજ દિન સુધી આ ભૂગર્ભ પાણી ઓવરફલો થતાં અટકાવવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી.

જો આ ભૂગર્ભ ગટરના પાણી ઓવરફલો થતાં ત્વરિત અટકાવવામા નહિ આવે તો આગામી દિવસોમાં આ વિસ્તાર ના ખેડૂતો ને ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા સામે આદોલન સાથે કલેક્ટરના સ્વાગત નિવારણમાં અરજી કરવાની ફરજ પડશે તેવી ચિમકી ખેડૂતો એ ઉચ્ચારી છે. તો સમસ્યા બાબતે પાલિકા ના ભૂગૅભ શાખાના એન્જિનિયર કિર્તીભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે માખણીયા પરામાં દૂષિત પાણીના સંગ્રહ માટે બનાવાયેલા સાત જેટલા તળાવમાંથી હાલમાં ખેડૂતો પાણી લેતા ન હોવાના કારણે આ તળાવો ઓવરફ્લો થવાની ઘટના સર્જાય છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોની રજૂઆતના પગલે ઓવરફ્લો થતાં પાણીના નિકાલ માટે બોર્ડમાં ઠરાવ કરી પાઇપલાઇન મારફતે ભૂગર્ભના દૂષિત પાણીને કેનાલમાં નિકાલ કરવાની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત પંથકમાં વરસાદી ઝાપટા વરસતા નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યાં..

શહેરના રેલવે નાળા અને કોલેજે અંડર બ્રીજ મા ભરાયેલ...

યુનિવર્સિટી દ્વારા છાત્રોના હિતમાં નવા શૈક્ષણિક વર્ષમાં સ્કીલ ડેવલોપમેન્ટ માટેના નવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે…

કુલપતિ ના અધ્યક્ષ સ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી...

પાટણ ના ભીડભંજન હનુમાન મંદિર નજીક ના જજૅરિત મકાનની છત ધરાશાયી બનતા ફફડાટ વ્યાપ્યો…

પાલિકા દ્વારા જજૅરિત બનેલા મકાનો ના માલિકોને નોટિસ ફટકારી...

પાટણ જિલ્લાને રક્તપિત મુક્ત બનાવવા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું..

ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સાતલપુર ની ટીમ વિજેતા બની.. પાટણ...