પાટણ તા. ૧
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન શ્રી ચંદનસિંહ મધુસિંહ રાજપૂત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હંસાબા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ચારૂપમાં ડૉ લલિતભાઈ. એસ. પટેલ ના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ નું તારીખ 01/08/24 નાં રોજ ભારતીય સંસ્કૃતિ મુજબ કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોલેજના પ્રથમ વર્ષ આર્ટસ -કોમર્સ ના વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ દિવસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 અંતર્ગત અભ્યાસક્રમ,પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમની સમય મર્યાદા વિગતે ડૉ.હિંમતસિંહ રાજપૂતે માર્ગદર્શન સાથે આપી હતી. તેમજ ગામના આગેવાનો મહિપતસિંહ જિલ્લા ડેલિકેટ, કલ્યાણ સિંહ તેમજ અન્ય ગામ લોકો હાજર રહ્યા, ડૉ.જિજ્ઞેશકુમાર .કે.વાણિયાએ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વિચારધારા, વ્યક્તિત્વ વિકાસ ના ગુણો તેમજ જીવનમાં શિસ્ત અને અનુશાસન ની વ્યવહાર દ્રષ્ટાંતો આપી વિસ્તારથી વાત કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન કર્યું હતું.
તેમજ ગામના આગેવાનોએ વિદ્યાર્થઓને આજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરીને પોતાના જીવનની શ્રેષ્ઠ કારકિર્દી ઘડી પોતાનું શ્રેષ્ઠત્વ સમાજને અર્પણ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજના પ્રથમ દિવસે તમામ વિદ્યાર્થીઓએ ઉષ્માભેર આજના કાર્યક્રમમાં ભાગ લીધો હતો,અંતે કાર્યક્રમ ની આભાર વિધિ પ્રો.એલિશન ટ્રેલરે કર્યુ હતુ.
અહેવાલ યશપાલ સ્વામી