fbpx

પાટણનાં ઉપાશ્રયોમાં ૨૪માં તિર્થંકર મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નું વાચન ૧૪ ‘સુપનો’નાં દર્શન સહિત ધાર્મિક પ્રસંગો ઉજવાયા..

Date:

જૈન શ્રાવકો સહિત ડૉ.દીપ શાહ અને ડૉ.વ્યોમેશભાઈ શાહે સુપન ઝુલાવવાનો લાભ લઈ ધન્યતા અનુભવી…

પાટણ તા. ૬
જૈનોની નગરી પાટણ શહેરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વેની ધાર્મિક અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી થઇ રહી છે. પર્યુષણ પર્વનાં ચોથા દિવસે પાટણનાં તમામ ઉપાશ્રયોમાં જૈનસંઘ દ્વારા ૨૪ મા તિર્થકર ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ કલ્યાણકનું વાચન ઉપાશ્રયોમાં બિરાજમાન નિશ્રાદાતા કુ. ભગવંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ભગવાન મહાવીર સ્વામીનાં જન્મની આલબેલ પોકારીને તેની પૂ. મહારાજ સાહેબ દ્વારા ઘોષણા કરાતાં સૌ શ્રાવક-શ્રાવિકાઓએ નૃત્ય અને મંગલ ગાન સાથે તેના વધામણા કર્યા હતા ને જન્મકલ્યાણ પ્રવચનનું શ્રવણ કરી અમી છાંટણા સાથે ભગવાનનું પારણું ઝુલાવી ધન્ય બન્યા હતા.

પાટણનાં નગીનભાઇ પૌષધ શાળા, સાગરનો ઉપાશ્રય, ભારતી સોસાયટી, કુમાળપાળ સોસાયટી સહિત શહેરનાં વિવિધ ઉપાશ્રયોમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણકનું વાંચન થયું હતું. ભગવાન મહાવીર સ્વામીનો જન્મ ચૈત્ર માસમાં થયો હતો. પરંતુ પર્યુષણ પર્વમાં તેની ઉજવણી થાય છે. આ ઉજવણી સંદર્ભેની કથાનક પર નજર કરીએ તો ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ પૂર્વે તેમની માતાને ૧૪ જેટલા પાવન સ્વપ્નો આવ્યા હતા. એ સ્વપ્નનાં દર્શન પણ આજનાં જન્મકલ્યાણક વાંચન પૂર્વે ઉતારીને તેની બોલી બોલાઈ હતી.

માતા ત્રિશલાને ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ પૂર્વ આવેલા ૧૪ સ્વપ્નમાં ગજવર,ઋષભ, કેશરીસિંહ, લક્ષ્મીજી, કુંજ, ચંદ્ર, સૂર્ય, ઇન્દ્રધ્વજ, કળશ, પદ્મસરોવર, ઇન્દ્રવિમાન, ધુમાડા વિનાનો અગ્નિ તથા ધ્વજ વિગેરે સ્વપ્નોને ચાંદી મઢ્યા આકારમા પ્રસ્તુત કરાયા હતા અને તેની બોલી બોલાતાં તેનાં લાભાર્થી શ્રાવકોએ પરિવાર સહ આ સ્વપ્નોની પૂજા અને પારણું ઝુલાવવાનો લાભ લીધો હતો. પાટણ શહેરમાં જૈનધર્મના પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રસંગે શહેરનાં વિવિધ ઉપાશ્રયોમાં યોજાયેલા ‘ચૌદ સ્વપ્ન દર્શન’ કાર્યક્રમમાં તમામ સ્વપ્નોની ઉછામણી (બોલી) બોલવામાં આવી હતી.

પાટણ ભારતી સોસાયટી ખાતે જૈનાચાર્ય ધર્મરતી રામચંદ્રસુરિજી મ.સા.એ મહાવીર જન્મકલ્યાણનું વાચન કર્યું હતું. સંઘને અમી છાંટણાનો અને ભગવાનને પધરાવવાનો લાભ ધર્મેશભાઇ પટવા પરિવારે લીધો હતો. લક્ષ્મીજી પધરાવવાનો લાભ મુકેશભાઇ શાહ અને નિષિથ એમ. શાહે લીધો હતો.જ્યારે ભગવાનને પારણામાં પધરાવવા તથા પારણું ઝૂલાવવાનો લાભ પણ અત્રેનાં લાભાર્થી પરિવારે લીધો હતો. તથા ડૉ.દીપ શાહ અને ડૉ.વ્યોમેશભાઈ શાહે પણ સુપન ઝુલાવવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શિક્ષણ જ એવું માધ્યમ છે જે પ્રગતિના પંથે નિરંતર આગળ વધારે છે..

શિક્ષણ જ એવું માધ્યમ છે જે પ્રગતિના પંથે નિરંતર આગળ વધારે છે.. ~ #369News

પાટણ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પાલીકા ની સ્વચ્છતા શાખા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ..

છીડીયા દરવાજા નજીક ની સોસાયટી વિસ્તારની ગંદકી ઉલેચી ઝાડી-...

શહેરના શાકાર પાર્ટી પ્લોટ સામેના કેનાલ માગૅ પર પાણી ની પાઈપ લિકેજ બનતાં મોટો ભુવો પડયો..

નિરથૅક વહેતા પાણીનો બગાડ અટકાવવા લિકેજ પાઈપ ના સમારકામ...