google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

VIDEO- સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની મારામારીની ઘટના મામલે બીજા પક્ષના યુવકને પણ તલવાર વાગતા 4 સામે ફરીયાદ, આ છે મામલો

Date:

સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં ક્રિકેટ રમવામાં મામલે થયેલ માથાકૂટ બાબતે હવે બીજા પક્ષે પણ સામેના પક્ષ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. સામસામે થયેલી મારામારીમાં બીજા પક્ષના એક યુવકને પણ તલવારનો ઘા વાગતા ઇજાઓ થઈ હતી જેણે સારવાર લીધા બાદ કાકોશી પોલીસ મથકમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં ક્રિકેટ રમવામાં મામલે થયેલ માથાકૂટ બાબતે હવે બીજા પક્ષે પણ સામેના પક્ષ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. સામસામે થયેલી મારામારીમાં બીજા પક્ષના એક યુવકને પણ તલવારનો ઘા વાગતા ઇજાઓ થઈ હતી જેણે સારવાર લીધા બાદ કાકોશી પોલીસ મથકમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

કાકોશી પોલીસ મથકમાં સિધ્ધરાજસિંહ રણજીતસિંહ રાજપૂતે નોંધાવેલી ફરિયાદ મુજબ તે અને તેમનો મિત્ર જશવંતજી લક્ષ્મણજી વાઘેલા સિધ્ધપુર જમવા જતા હતા ત્યારે કાકોશીથી નીકળતા સમયે તેમના મિત્ર કુલદીપસિંહ તેમને જોઈ જતા બૂમ પાડતા તેઓ ત્યાં ઉભા રહ્યા હતા તે સમયે તેમને ઝઘડો થયો હોવાનું માલુમ પડ્યું હતું. આ સમયે તેઓ હાજર વણકર કિર્તીભાઈ ઉર્ફે ટીનો જેમતેમ અપ શબ્દો બોલતા હતા અને તેમના ભાઈ ધીરજે ભલે સમાધાન કરી પણ મારે નથી કરવું તેમ કહી બાજુમાંથી એક લોખંડની તલવાર લઈ દોડી આવી કુલદીપસિંહ ને મારવા જતા સિદ્ધરાજસિંહએ વચ્ચે હાથ આડો કરતા તલવારનું સીધો ઘા સિધ્ધરાજસિંહને વાગતા તેમને હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું તેમજ આરોપીઓના બે અન્ય મદદગારો પણ ત્યાં આવી માથાકૂટ કરી હતી.

સિધ્ધરાજસિંહને ઇજાઓ થતા તેમના મિત્ર કુલદીપસિંહે તેમને એક કારમાં પાલનપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને હાથે 14 ટાંકા આવ્યા હતા. સિધ્ધરાજસિંહ સારવાર લીધા બાદ કાકોશી પોલીસ મથકમાં કિર્તીભાઈ પાનાભાઈ વણકર અને તેમના ભાઈ ધીરજભાઈ પાનાભાઈ વણકર બંને રહે વણકરવાસ આંબેડકર નગર કાકોશી તથા અન્ય બે અજાણ્ય વ્યક્તિઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.

કાકોશીમાં હુમલાની ઘટનામાં 307ની કલમ ઉમેરવાની માંગ કરાઈ
કાકોશીમા ક્રિકેટ રમવા બાબતે કીર્તિભાઈ વણકર પર હુમલો કરીને હાથનો અંગુઠો કાપી નાખવામાં આવતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમના ગુજરાત ઉપાધ્યક્ષ ડૉ.મનોજ પરમાર, સતીશભાઇ વણસોલા, ભરતભાઈ પરમાર સહિતના આગેવાનો પહોંચયા હતા અને પોલીસ અધિકારીઓને કાકોશીની ઘટના ધ્યાને દોરવામાં આવી હતી. આ કેસમાં આઇપીસીની કલમ ૩૦૭નો ઉમેરો કરવામાં આવે તેવુ પણ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક તેમજ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહયુ હતુ કે, આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની શરૂઆત પાટણથી કરવામાં આવશે.

આ હતી સમગ્ર ઘટના
સિદ્ધપુરના કાકોશી ગામે રહેતા કિર્તીભાઇ પાનાભાઇ વણકર રવિવારે સાંજના આશરે ચારેક વાગે ગામની આઇ.ડી.સેલિયા સ્કૂલ ખાતે તેમના દીકરા હર્ષિદ ઉર્ફે રુદ્રનો બર્થડે હોવાથી ક્રિકેટ મેચ જોવા ગયેલા હતા. એ વખતે ટેનિશ બોલ ગ્રાઉન્ડ ઉપર આપવા બાબતે ધનપુરા વીડ ગામના કુલદીપસિંહ રાજપૂતે હર્ષિદ ઉર્ફે રુદ્રને ગુસ્સે થઇ જેમ તેમ બોલતા હોવાથી ધીરજકુમાર પાનાભાઇ વણકરે છોકરાને શું કામ જેમ તેમ બોલો છો એમ ટોક્યા હતા. ત્યાર બાદ મેચ પૂરી થતાં તેઓ પાણીના ટાંકા પાસે બેઠા હતા. એ વખતે બે-ત્રણ ગાડીમાં આજુબાજુનાં ગામડાંના એક સમાજના છોકરાઓ આવતાં એકબીજા સાથે સમાધાન થયું હતું. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે વણકર પરિવાર ક્રિકેટ મેચ જોવા ગયો હતો. એ વખતે મેચ રમવા આવેલા અન્ય એક સમાજના યુવાને ટેનિસ બોલ આપવા જેવી બાબતે 8 વર્ષના બાળકને લાફા મારી જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. એ બાબતે સમાધાન થયા બાદ પાછળથી સાત શખ્સોએ કાર લઇ આવી તલવાર જેવા જીવલેણ હથિયાર વડે બાળકના પિતા ઉપર હુમલો કરતાં તેનો અંગૂઠો કપાઇ ગયો હતો.

બાઇટ:- કે. કે પંડ્યા (ડીવાયએસપી સિદ્ધપુર)

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ કોટૅની પાછળ આવેલ શ્રમજીવી ના ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં…

પાટણ તા. ૧૬પાટણ કોર્ટની પાછળ આવેલ શ્રમજીવી વિસ્તારના ખુલ્લા...

ચાણસ્મા તાલુકા ની મીઠી ઘારીયાલ પ્રાથમિક શાળા ના રિનોવેશન ની ગોકળ ગતિએ ચાલતી કામગીરી…

શાળાનો જુનો કાટમાળ શાળા કેમ્પસમાં પથરાતા વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકોને...