પંપની મેન્ટેનન્સ સાથે કેનાલની સફાઈ ને લઇ મંગળવારે સાંજનો પાણી પુરવઠો બંધ રહ્યો…
બુધવારથી બંને ટાઈમ રાબેતા મુજબ પાણી પુરવઠો ઉપલબ્ધ બનશે..
પાટણ તા. ૨૫
છેલ્લા કેટલાક દિવસો થી પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં નગર પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી એકદમ ડહોળુ આવતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે ત્યારે ડહોળા પાણીની સમસ્યા બાબતે પાટણ નગર પાલિકા ના પ્રમુખ હિરલબેન પરમારનો ટેલિફોનીક સંપકૅ કરતાં તેઓએ જણાવ્યું હતું કે સિધ્ધી સરોવરમાં કેનાલ દ્રારા ઠલવાતા પાણી કેનાલમાં વ્યાપેલી અસહ્યં ગંદકી અને કચરાના કારણે પાણી દુષિત આવી રહ્યું છે તો આ સમસ્યા ના નિવારણ માટે છેલ્લા કેટલાક દિવસો થી કેનાલ મારફતે સિધ્ધી સરોવરમાં ઠલવાતું પાણી બંધ કરાવી કેનાલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે
જેના કારણે હાલમાં સિધ્ધી સરોવરમાં પણ પાણી નહિવત્ હોવાની સાથે પાલિકા દ્વારા સિદ્ધિ સરોવર ઇન્ટેક વેલ પર પંપ નું મેન્ટેનન્સ નું કામ ચાલતું હોય જેના કારણે મંગળવારે પાલિકા દ્વારા સાંજનો પાણી પુરવઠો સમગ્ર શહેર મા બંધ રાખીસિધ્ધી સરોવરના ઈન્ટેક વેલ પર ના પંપની સમાર કામગીરી સાથે કેનાલની સફાઈ બાદ બુધવારે સવારથી નિયમિત પાલિકા દ્વારા અપાતો પાણી નો જથ્થો ઉપલબ્ધ બનાવી પહોચાડવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી