fbpx

પાટણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે 50000 ના ફુલસ્કેપ ચોપડા અને 15000 નોટબુકો ઉપલબ્ધ બનાવાય..

Date:

એક ડઝન ફુલ સ્કેપ ચોપડાની કિંમત 270 રૂપિયા અને નોટબુક ની કિંમત 170 રૂપિયા રાખવામાં આવી..

પાટણ તા. 8
પાટણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ પરિવારો ના વિદ્યાર્થીઓને નજીવા દરે ફુલસ્કેપના ચોપડા તેમજ નોટબુક મળી રહે તેવા ઉમદા આશયથી ફુલસ્કેપના ચોપડા 50,000 તેમજ નોટ બુક 15,000 નંગ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

ફુલસ્કેપના ચોપડા એક ડઝન ની કિંમત 270 રૂપિયા તેમજ એક ડઝન નોટબુક ની કિંમત 170 રૂપિયા રાખવામાં આવી હોવા નું જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.

જલારામ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા જરૂરિયાત મંદ પરિવારના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ બનાવાયેલી ફુલસ્કેપ ચોપડા અને નોટબુક ની સેવાનો લાભ મોટી સંખ્યા માં જરૂરિયાત મદ પરિવારના વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે.

શ્રી જલારામ મંદિર ખાતે સવારે 9:00 થી બપોરના 12 અને સાંજે 5:00 થી 7 ના સમય દરમિયાન આ ચોપડા વિતરણની કામગીરી કરવામાં આવતી હોય જરૂરિયાત મંદ પરિવારના વિદ્યાર્થીઓએ ફુલ સ્ક્રેપના ચોપડા અને નોટબુક લેવા માટે ઉપરોક્ત સમયે જલારામ મંદિર પરિસરના ખાતે આવવા જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણે અપીલ કરી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

હનીટ્રેપ ના ગુનામાં નાસતા-ફરતા આરોપીને બાતમી ના આધારે પકડી પાડતી પાટણ LCB ટીમ..

પાટણ તા. 4પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ ગુનાઓ...

પાટણ રિજીયોનલસાયન્સ સેન્ટર ખાતે મેરી લાઈફ મિશન જાગૃતિ સાથે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ દિનની ઉજવણી કરાઈ..

પાટણ તા. 28ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણ તન્જીમ કમીટી સંચાલીત આશિષ વિધાલયે ધો. ૧૦ અને ધો. ૧૨ મા અનેરી સિધ્ધી હાંસલ કરી…

શાળાના તેજસ્વી તારલાઓ સહિત શાળા પરિવારને સન્માનિત કરવામાં આવ્યાં.. ચાલુ...