પાટણ તા. 28
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે તા 28 જૂન 2023 ના રોજ “મેરી લાઇફ – મિશન લાઇફ” પર એક અત્યંત પ્રભાવ શાળી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 50 થી વધુ સખીમંડળ ની મહિલાઓ અને જાહેર જનતાએ ભાગ લીધો હતો.
આ પહેલનો ઉદ્દેશ ટકાઉ જીવન પ્રણાલી અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમમાં કચરામાં ઘટાડો, ઊર્જા અને પાણીનું સંરક્ષણ, ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક અને ઈ-વેસ્ટને દૂર કરવા જેવી નિર્ણાયક થીમ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાઇરેક્ટર ડો સુમિત શાસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ, “પર્યાવરણ-મૈત્રીપૂર્ણ જીવન કેવી રીતે જીવવું” અને “મિશન લાઇફ” થીમ પર જાગૃતિ કાર્યક્રમ અને સાયંટિફિક શો યોજવામાં આવ્યો હતો.
ત્યારબાદ, રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ દિનની ઉજવણી કરાઈ હતી જેનો હેતુ લોજિસ્ટિક્સ સેક્ટરના મહત્વને ઓળખવા અને તેની પ્રશંસા કરવા અને જે સંસાધનોને એક સ્થાનથી બીજા સ્થાને ખસેડવાની અને સંકલન કરવાની પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ છે.
અહેવાલ યશપાલ સ્વામી