પાટણ તન્જીમ કમીટી સંચાલીત આશિષ વિધાલયે ધો. ૧૦ અને ધો. ૧૨ મા અનેરી સિધ્ધી હાંસલ કરી…

પાટણ તા. ૧૪
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા લેવાયેલ HSC અને SSC ની પરીક્ષાનુ પરીણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યુ હતું. જેમા લધુમતી વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી પાટણ ની એકમાત્ર તનઝીમ કમિટી સંચાલિત શાળા આશિષ વિદ્યાલયનુ HSC નુ ૧૦૦% અને SSC નુ ૯૨.૦૮% પરિણામ મેળવી સમગ્ર મુસ્લિમ સમાજ નું નામ રોશન કર્યું છે.

HSC મા A1 ગ્રેડમાં ૦ર અને A2 ગ્રેડમાં ૧૩ વિદ્યાર્થીઓ એ રેન્ક પ્રાપ્ત કર્યા હતા અને SSC માં A2 ગ્રેડમાં ૧૪ વિદ્યાર્થીઓ એ સફળતા મેળવતા આશિષ વિદ્યાલયની આ સિધ્ધીને જોતા પાટણ મુસ્લીમ સમાજના સામાજીક આગેવાનો દ્વારા સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે સતત પ્રયત્ન શીલ રહેતા શાળા પરિવારના આચાર્ય સહિત તમામ શિક્ષકો, ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ અને તન્ઝીમ કમિટિના હોદેદારો અને સભ્યોનુ શાળા ખાતે મંગળવારે સન્માન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તેમજ શાળાને વિશેષ સન્માનપત્ર એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.

સન્માન સમારંભનો પ્રત્યુતર આપતા શાળાના આચાર્ય જી.આર.મોમીને જણાવ્યુ હતુ કે શાળામાં છેલ્લા ઘણા સમયની મહેનતના અંતે છેલ્લા બે ત્રણ પરિણામથી A1 ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા દીન પ્રતિદિન વધતી જાય છે. જે શાળા માટે અને સમાજ માટે હકારાત્મક બાબત કહી શકાય આ પરિસ્થિતીમા સમાજના વિદ્યાર્થીઓ, વાલીઓ, સામાજિક આગેવાનો દ્વારા શાળામાં વિજ્ઞાનપ્રવાહ શરૂ થાય તેવી અવાર નવાર માંગણીઓને અનુલક્ષીને સંચાલક મંડળના માર્ગદર્શન તળે આ વર્ષથી વિજ્ઞાનપ્રવાહ શરૂ કરવામાં આવ્યો છે જેનો સમાજ માં હકારાત્મક પ્રતિસાદ મળી રહયો છે અને શાળા પરિવારના તમામ શિક્ષકો આ શરૂઆતને કામયાબી તરફ લઈ જવા કટીબધ્ધ છે તેમ શાળા પરિવારવતી તેઓએ ખાત્રી આપી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુલાબખાન રાઉમાએ જણાવ્યુ કે સમાજમાં વર્તમાન સમયમાં શિક્ષણ
ની તાતી જરૂરીયાત છે શિક્ષણ જ સમાજનું સૌથી મોટુ ધન છે જેને અનુલક્ષીને આશિષ વિદ્યાલયના સંચાલક અને શિક્ષકો સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે ચિંતાતુર બની પ્રયત્ન કરી રહ્યા છે તે ખરેખર કાબીલે તારીફ છે તેમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા.

મૌલાના ઈમરાન શેખ દ્ધારા કાર્યક્રમને અનુલક્ષીને જણાવતા આશિષ વિદ્યાલયના આ તેજસ્વી તારલાઓ તેમજ તેમની પાછળ મહેનત કરતા શિક્ષકોને શાબ્દીક રીતે બીરદાવ્યા હતા અને શાળાને કે વિદ્યાર્થીઓને કોઈ જરૂરીયાત હોય તો પુરી પાડવા આહવાન કર્યું હતુ. તો હાજી ઈબ્રાહીમ કુરેશી અને એડવોકેટ યુસુફ શેખે શિક્ષણ માટે જયા પણ જરૂર પડે ઉભા રહેવાની ખાત્રી આપી હતી.

આ ઉપરાત આ કાર્યક્રમાં ઉસ્માનભાઈ શેખ, યુનુસભાઈ રંગરેજ, ભુરાભાઈ સૈયદ,જમાલભાઈ સોદાગર, ફારૂકી ઈકબાલભાઈ તેમજ તન્ઝીમ કમિટિના પ્રમુખ રફિકભાઈ મેમણ, સેક્રેટરી અબ્દુલ રજાકભાઈ શેખ, પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી ઈકબાલભાઈ મેમણ, ટ્રસ્ટી હાફીજ જાકીર તથા શાળાના તમામ શિક્ષકગણ, ટોપર વિદ્યાર્થીઓ તેમજ સામાજીક આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ યાસીનભાઈ મીરજાએ કરી હતી.