fbpx

શું 500 રૂપિયાની નોટ પણ બંધ થઈ જશે? 1000 રૂપિયાની નોટ ફરીથી ચલણમાં આવશે? RBI ગવર્નરે આપી મહત્ત્વપૂર્ણ જાણકારી

Date:

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હાલમાં જ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે, ત્યારબાદ 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને વિવિધ પ્રકારના સમાચારો આવવા લાગ્યા છે. RBI ગવર્નરે આજે સવારે 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને મોટો ખુલાસો કર્યો છે.

Currency News Update: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હાલમાં જ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે, ત્યારબાદ 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને વિવિધ પ્રકારના સમાચારો આવવા લાગ્યા છે. RBI ગવર્નરે આજે સવારે 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને મોટો ખુલાસો કર્યો છે. બાદમાં પીટીઆઈએ પણ ટ્વીટ કરીને નોટોની સત્યતા વિશે જણાવ્યું છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2016માં નોટબંધી અને તાજેતરમાં 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચ્યા બાદ લોકોના મનમાં અનેક પ્રકારની ચિંતાઓ જોવા મળી રહી છે.

શક્તિકાંત દાસે હકીકત જણાવી

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે, 500 રૂપિયાની નોટ પાછી ખેંચવાની કોઈ યોજના નથી. તે સંપૂર્ણ સર્ક્યુલેશનમાં રહેશે. તેની સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આરબીઆઈ (RBI) અત્યારે 1000 રૂપિયાની નોટને ફરીથી જારી કરશે નહીં. સરકારની આવી કોઈ યોજના નથી.

1.80 લાખ કરોડ રૂપિયાના નોટ પાછા આવ્યા

મીડિયાને સંબોધતા આરબીઆઈ ગવર્નરે જણાવ્યું છે કે, 31 માર્ચ 2023 સુધી 3.62 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી. અત્યાર સુધીમાં 1.80 લાખ કરોડ રૂપિયાની નોટો પરત આવી છે. તેમણે જણાવ્યું છે કે, 2000 રૂપિયાની લગભગ 85 ટકા નોટો બેંક ખાતામાં જમા થઈ રહી છે, બાકીની નોટોને નાની નોટોથી બદલવામાં આવી રહી છે.

2016 માં જારી થયા હતા નોટ

આપને જણાવી દઈએ કે, વર્ષ 2016માં નોટબંધી બાદ રોકડની અછતને ભરપાઈ કરવા માટે 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી હતી. તેની સાથે તે સમયે 500 રૂપિયાની નવી નોટો પણ બહાર પાડવામાં આવી હતી.

બેંક જઈ બદલાવી શકો છો નોટ

આરબીઆઈ (RBI) ગવર્નરે જણાવ્યું હતું કે, જેની પાસે 2,000 રૂપિયાની નોટ છે તે તેને પોતાના બેંક ખાતામાં જમા કરાવી શકે છે અથવા બેંકમાં રહેલી અન્ય કોઈ નોટ સાથે બદલી શકે છે. બેંકોને 2,000 રૂપિયાની નોટો બદલવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે 2,000 રૂપિયાની મોટાભાગની નોટો 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા સુધીમાં પાછી આવી જશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારીએ હાલ કર્યા બેહાલ, છતાં ભારતીય અર્થતંત્રનો ‘ચળકતો સિતારો’

વિશ્વના અન્ય દેશોની જેમ રશિયા-યુક્રેન યુદ્ધની ભારત પર ઘણી...

જામનગર: અઢી વર્ષની માસૂમ બાળકી રમતા-રમતા 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યું

જામનગર: અઢી વર્ષની માસૂમ બાળકી રમતા-રમતા 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યું ~ #369News

ભાજપ અનુસુચિત જાતિ મોરચા ના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાઈ..

રાયપુર છતીસગઢ ખાતે યોજાયેલી બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી સહિત...

ખુશખબર / SBI તમારી પુત્રીને આપી રહી છે 15 લાખ, લગ્ન-અભ્યાસ કોઈપણ જગ્યાએ કરો રકમનો ઉપયોગ

ખુશખબર / SBI તમારી પુત્રીને આપી રહી છે 15 લાખ, લગ્ન-અભ્યાસ કોઈપણ જગ્યાએ કરો રકમનો ઉપયોગ ~ #369News