પાટણ તા. ૨
આરટીઈ અંતર્ગત પાટણ જિલ્લામાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ મા બાળકોના પ્રવેશની કામગીરી હેઠળ ત્રીજા રાઉન્ડમાં કુલ ૯ પૈકી ૬ બાળકોએ પ્રવેશ મેળવેલ છે તો એક અરજી રિજેક્ટ અને ૨ અરજી પૅડિગ હોવાનું જાણવા મળ્યું છે.
આ સાથે ત્રીજા રાઉન્ડના અંતે આરટીઈ અંતગતૅ કુલ ૨૬૯ બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો હોવા નું જાણવા મળ્યું છે.પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે આરટીઈ હેઠળ પ્રવેશની કાર્યવાહી અંતર્ગત કુલ ૨૮૧ બેઠકો પર પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે જેમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ રાઉન્ડમાં ૨૬૯ બેઠકો પર પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે અને બાળકોએ પ્રવેશ પણ લઈ લીધેલ હોવાનું શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જાણવા મળ્યું છે.
આરટીઈ અંતગતૅ ત્રીજા રાઉન્ડની કુલ ૯ બેઠકો પૈકી ૬ બેઠકો પર પ્રવેશ આપવામાં આવ્યો છે તો એક બેઠક રિજેક કરવામાં આવી છે જયારે બે બેઠકો પેન્ડિંગ રખાઈ છે અત્યાર સુધીમાં કુલ ૨૬૯ બાળકોએ શાળા પ્રવેશ મેળવી લીધેલ છે. જેથી હવે કુલ ૧૨ જેટલી બાકીની પ્રવેશ પાત્રતા માટે ચોથો રાઉન્ડ યોજાશે તેવું શિક્ષણ વિભાગ ના સુત્રોએ જણાવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી