અકસ્માત ગ્રસ્ત ત્રણેય વાહનોને નુકસાન જોકે કોઈ જાનહાની ન થતા લોકોએ હસ્કારો અનુભવ્યો..
પાટણ તા. 4
પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઈવે પર અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે અને આવા અકસ્માતના બનાવવામાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે શનિવારે રાધનપુર મહેસાણા હાઇવે માર્ગ પર ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા સૌવે હાસ્કારો અનુભવ્યો હતો.
અકસ્માતમાં બનાવવાની મળતી હકીકત મુજબ શનિવારની સવારે રાધનપુર મહેસાણા હાઇવે માર્ગ પરથી પસાર થતી ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એસટી બસ ની પાછળ આવેલી કાર ના ચાલકે પોતાની કારને બ્રેક મારે તે પહેલા કાર એસટી બસ ની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જોકે આ ત્રિપલ અકસ્માતમાં ત્રણેય વાહનોને મોટું નુકસાન થયું હતું જ્યારે કોઈ પ્રકારની જાનહાની ન થતા સૌવે રાહત અનુભવી હતી.
રાધનપુર મહેસાણા હાઇવે માર્ગ પર સર્જાયેલા ત્રીપલ અકસ્માતની ઘટનાના પગલે પોલીસ તંત્ર એ ઘટના સ્થળે દોડી આવી હાઈવે પરના ટ્રાફિકને ખુલ્લો કરી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઇડે ખસેડવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી કરી હોવા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી