પાટણ તા. ૩૦
પાટણ શહેરના મોટી ભાટિયાવાડના મહોલ્લામાં ભાટિયા જ્ઞાતિ સમાજ દ્વારા બનાવવામાં આવેલ શ્રી બ્રહ્માણી માતાજીના પ્રાચીન મંદિર નો વૈશાખ વદ સાતમના દિવસે દર વર્ષની જેમ ભક્તિ સભર માહોલ માં પાટોત્સવ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે વૈશાખ વદ સાતમ ને ગુરુવારના રોજ શ્રી બ્રહ્માણી માતાજીની વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે સવૅ જ્ઞાતિજનોએ શ્રી માતાજીના દર્શન, આરતી તથા પ્રસાદીનો લાભ લીધો હતો.
માતાજીના શૃંગારના દર્શન નો લ્હાવો અનેરો હતો તેમજ મંદિરમાં સૌએ બે કલાક સુધી બેસીને માતાજી ના ગુણગાન કરતાં વિવિધ ગરબા ગાન કરી ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું. સ્વ. કાંતીલાલ ડોસાભાઈ ભાટીયા તથા સ્વ.ચંદ્રીકાબેન કાંતીલાલ ભાટીયા, મુંબઇ પરિવાર તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવા માં આવી હતી. આ પ્રસંગની તમામ વ્યવસ્થાઓ શ્રી બ્રહ્માણી માતાજીના કુટુંબી જનોએ સાથે મળીને કરી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી