આપણું શહેર એ આપણું ઘર છે તેમ સમજી શહેરીજનો જયાં ત્યાં કચરો ન ફેકી ડસ્ટબીન નો ઉપયોગ કરે : પાલિકા પ્રમુખ..
પાટણ તા. 9
પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલની સુચના અનુસાર સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલ સિંહ રાજપુત દ્વારા પાલિકા ના સફાઈ કર્મચારી ઓને કામે લગાડી શહેર ની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાટણ નગર પાલિકાના સ્વચ્છતા શાખાના સફાઈ કામદારો દ્વારા શુક્રવારના રોજ શહેરના સિધ્ધપુર હાઇવે ચાર રસ્તા થી નવાગંજ ના ગેટ સુધી એકત્ર કરાયેલા માટીના ઢગલાઓ ટ્રેક્ટર મારફતે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તો નવાગંજથી ગોલ્ડન ચોકડી તરફના માર્ગની બંને બાજુના ડિવાઈડર અને તેની સાઇડોની સફાઈ કામગીરી પણ સફાઈ કામદારો દ્વારા હાથ ધરી વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યો હતો.
પાટણ નગર પાલિકા ના પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સ્વચ્છતા શાખાના કર્મચારીઓને સુચના ઓ આપવામાં આવતા સ્વચ્છતા શાખાના ચેરમેનના વડપણ હેઠળ શુક્રવાર થી શહેરના હાઇવે વિસ્તારની સફાઈ કામ ગીરી હાથ ધરવામાં આવી હોય શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા ક્રમશ નગર પાલિકા દ્વારા શહેરના વોર્ડ વિસ્તારોની પણ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
પાલિકા પ્રમુખે શહેરીજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે શહેર એ દરેક નાગરિકોનું ઘર છે અને પોતાના ઘરને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી દરેક શહેરીજનોની છે..
ત્યારે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા શહેરીજ નો પોતાનો કચરો જ્યાં ત્યાં ન ફેકતા ડસ્ટબિન નો ઉપયોગ કરવા અને તે ડસ્ટબીન મા એકત્ર કરાયેલ કચરો નગર પાલિકાના સફાઈ કામદારો જ્યારે કચરો ઉઘરાવવા કચરા ગાડી લઈ ને નીકળે ત્યારે તેમાં ઠલવવા તેઓએ અપીલ કરી હતી.