google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નગરપાલિકામાં 11 માસના કરાર આધારિત ભરતી કરાયેલા કર્મચારીઓ સાથે પાલિકા પ્રમુખે બેઠક યોજી..

Date:

નવનિયુક્ત કર્મચારીઓને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવા શિખ આપતા પાલિકા પ્રમુખ..

પાટણ તા. 9
પાટણ નગરપાલિકા ખાતે તાજેતરમાં 11 માસના કરાર આધારિત નવી ભરતી કરાયેલા 60 જેટલા કર્મચારીઓની સાથે શુક્રવારના રોજ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા પાલિકાના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી.
જે બેઠકમાં કરાર આધારિત નવનિયુક્ત કર્મચારીઓને પોતાની ફરજ પ્રત્યે વફાદાર રહી શહેરીજનોની સુખાકારીના પ્રશ્નોને પ્રાધાન્ય આપવા સૂચનાઓ આપવામાં આવી હતી.

સાથે સાથે કર્મચારીઓને જે તે વિભાગની સોપાયેલી કામગીરી સમય મર્યાદામાં પરિપૂર્ણ કરવા તેમજ નગર પાલિકા ના અધિકારીઓ,કોર્પોરેટરોના સૂચનોને ધ્યાનમાં રાખી તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા પ્રયત્નશીલ બનવા પાલિકા પ્રમુખ દ્વારા શીખ આપવામાં આવી હતી.પાલિકા ખાતે શુક્રવારના રોજ મળેલી 11 માસના કરાર આધારિત કર્મચારીઓની બેઠકમાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, કોર્પોરેટર હીનાબેન શાહ સહિતનાઓઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ બી.એમ.હાઈસ્કૂલ ની વિધાર્થીની માહીસોલંકીએ ધો.10 મા A1 ગ્રેડ મેળવ્યો…

પાટણ તા. 11ગુજરાત રાજ્ય ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ...