fbpx

રાધનપુર ધારાસભ્યએ પોતા ના મત વિસ્તાર ના ચતુર્થ વિધ કાર્યક્રમ માં હાજરી આપી..

Date:

સાતુના નવીન માર્ગ નું લોકાર્પણ, ધારાસભ્ય ની તુલા વિધિ, પ્રાથમિક શાળા અને સીએચસી સેન્ટરની મુલાકાત કરી..

પાટણ તા. 9
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે શુક્રવાર ના રોજ પોતાના વિસ્તારના ચતુર્થવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાધનપુર ધારાસભ્ય દ્વારા પોતાના મત વિસ્તારના સાતુના ના નવીન માર્ગનું લોકાર્પણ કર્યું હતું.સાથે સાથે ધારાસભ્ય લવિંગજી ઠાકોર ધારાસભ્ય બને તે માટે તેમના સમર્થકો દ્વારા તેમની તુલા વિધિ ની માનેલી માનતા પરિપૂર્ણ કરવામાં આવી હતી.

રાધનપુરના ધારાસભ્ય દ્વારા શુક્રવારના રોજ તેઓના મત વિસ્તારના કમાલપુર ગામની પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાત લઇ શાળા નું નિરીક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા.તેઓએ સાથલી ગામે આવેલા પીએચસી સેન્ટર ની પણ મુલાકાત લીધી હતી અને આરોગ્યની સુવિધા બાબતે નિરીક્ષણ કરી ફરજ પરના તબીબોને જરૂરી સૂચનાઓ આપી હતી.

રાધનપુર ધારાસભ્યના શુક્રવારના રોજ આયોજિત કરાયેલા ચતુર્થવિધ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ગામના ગ્રામજનો, સરપંચ સહિત ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ઉઝા હાઈવે પર ખાનગી કોમ્પલેક્ષ મા મંજૂરી વગર સ્કૂલ શરૂ થાય તે પહેલા જ વિવાદ સજૉયો..

પાટણ ના ઉઝા હાઈવે પર ખાનગી કોમ્પલેક્ષ મા મંજૂરી વગર સ્કૂલ શરૂ થાય તે પહેલા જ વિવાદ સજૉયો.. ~ #369News