આગામી ચોમાસા ને ધ્યાન મા રાખી પાટણ તાલુકાના 61 ગામોના તલાટીઓને પ્રિ- મોન્સૂન કામગીરી માટે પરિપત્ર કરાયા..
પાટણ તા. 10
પાટણ તાલુકા પંચાયત કચેરી દ્રારા કમો સમી વરસાદ, વાવાઝોડું અને કુદરતી આપતી ઓ મા થયેલ નુકસાન તેમજ માનવ મૃત્યુ, પશુ મૃત્યુ નું તાત્કાલિક સવૅ કરાવી લાભાર્થીઓને તાત્કાલિક અસરથી સરકારી સહાય ચુકવવામાં આવી હોવાનું તેમજ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પાટણ તાલુકા પંચાયત હસ્તક ના 61 ગામમાં પ્રિ- મોન્સૂન ની કામગીરી માટે દરેક ગામના તલાટીઓને પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું પાટણ તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.
પાટણ તાલુકામાં પડેલ કમોસમી વરસાદ ના કારણે ચડાસણા ગામે વિજળી પડવાના કારણે થયેલ એક માનવ મૃત્યુ ની સહાય પેટે રૂ. 4 લાખની સરકારી સહાય ચુકવવા માં આવી છે.તો ભદ્રાડા અને ચડાસણા ગામે બે પશુ મૃત્યુ સહાય પેટે રૂ. 60 હજાર ની સહાય સાથે કુલ રૂ. 4.60 લાખની સહાય ચુકવવામાં આવી છે.
આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન કામગીરી માટે પણ પાટણ તાલુકા પંચાયત હસ્તક ના 61 ગામોના તલાટીઓ ને પરિપત્ર કરી ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલો, વોકળા સહિત વરસાદી પાણી ભરાતા સ્થળો ની સફાઈ સહિત ની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સાથે સાથે તમામ તલાટીઓને ચોમાસા દરમ્યાન પોતાની ફરજ પર હાજર રહેવાના માટે પણ સુચના આપવામાં આવી હોવાનું પાટણ તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી