fbpx

પાટણના જાણીતા સ્ક્રીન સ્પેશિયાલિસ્ટ ડો.ધનંજય પ્રજાપતિએ મિત્રો સાથે એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યું…

Date:

પાટણ તા. ૧૫
પાટણ શહેરના બસસ્ટેન્ડ રોડ પર આવેલ ભગવતી સ્ક્રીન કેર હોસ્પિટલના ડો. ધનંજય પ્રજાપતિ તથા તેમના ધર્મપત્ની ડો.રમીલા પ્રજાપતિએ પોતાના સુરતના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો.યોગેશ ભીંગરાડીયા અને તેમના પત્ની ફ્રેનાબેન સાથે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી અનેરો અહેસાસ વ્યકત કર્યો હોવાનું જણાવ્યું હતું. તા.૨૭ મેં ના રોજ બપોરે લગભગ ૧:૦૦ વાગ્યાના સુમારે માઇનસ ૪ ડિગ્રી તાપમાને તેઓ EBC પહોચ્યા જેની ઊંચાઈ સમુદ્રથી ૧૭૫૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત છે.

આ સ્થળે સરેરાશ તાપમાન માઈનસ ૧૫ ડિગ્રીથી +૧૫ ડિગ્રી જેટલું હોય છે.આવા ટ્રેકિંગમા જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ઊંચાઉની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી જાય છે.આવા ઊંચાઈવાળા પ્રદેશમાં જતા પહેલા ઘણા લાંબા સમયથી શારિરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની સમયાતરે કસરતો,યોગ તથા પ્રાણાયામ વગેરેનો લાંબો અભ્યાસ કરવો પડે, કારણકે જેમ જેમ ટ્રેકિંગની ઊંચાઈ વધે તેમ તેમ વાતાવરણમા ઓક્સિજનની માત્રા ઘટતી જાય છે.તેથી શારિરિક શ્રમ ની સાથે સાથે માનસિક રીતે પણ મનોબળ મજબૂત કરવું પડે છે.

તૈયારીના છેલ્લા મહીનામા ૧૨૦ માળ સીડી ચડ ઉતર કરવાની કસરતથી માંડીને ઊંડા શ્વાસો શ્વાસ લેવાનો યોગાભ્યાસ કરવો પડે છે.દર રવિવારે સત્તત ટ્રેકીંગના કપડાં બેગ તથા ફુલલેન્થ ના હોલબૂટ પહેરીને ૩ થી ૫ કલાક ચાલવાની પ્રેક્ટિસ પણ કરવી પડી હતી,જેમાં છેલ્લા મહિનામા ૩ કિલો વજન બેગપેકમા લઇને કઠિન અભ્યાસ કરવો પડેલ છે.

આ બાબતે વધુ માહીતી આપતા ડો.ધનંજય પ્રજાપતિએ જણાવ્યું હતું કે કોવિડની બિમારી માંથી સાજા થયા પછી ફેફસાની કેપેસિટી તદ્દન ઘટી ગઈ હતી.તેથી તેમણે તેને સુધારવાના ભાગરૂપે એ વખતે જ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાની ઈચ્છા થવાથી સતત બે વર્ષથી ચાલવાથી માંડીને દોડવા સુધીની કસરતો ચાલુ કરી દીધી હતી.

આ અભિયાનમા સાથ આપવા માટે તેમના પત્ની ડો.રમીલા પ્રજાપતિ પણ જોડાયા હતા અને સુરત
થી સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો.યોગેશ ભીંગરાડીયા પણ સજોડે તેમના પત્ની ફ્રેનાબેન સાથે જોડાયા હતા.
EBC(એવરેસ્ટ બેઝ કેમ્પ)ટ્રેકિંગની શરૂઆત નેપાળના કાઠમંડુથી વિશ્વના સૌથી ભયાવહ ગણાતા એવા લૂકલા એરપોર્ટ કે જેનો રનવે સૌથી નાનો છે તથા રનવે પૂરો થાય ત્યાં જ બહુ મોટી ખીણ છે. તે પણ એક રોમાંચિત કરી દેતો અનુભવ હતો.

વિમાનના સફળ ઉતરાણ પછી એવરેસ્ટ બેઝ કેમ્પ જવાનો રસ્તો શરૂ થાય છે જેમાં દૂધકોસી નદીથી માંડીને થામશેકુ(૨૧૭૧૯ ફીટ),માઉન્ટ એવરેસ્ટ (૨૯૦૨૯ ફીટ), લ્હોટ્સે (૨૭૯૪૦ ફીટ ), નૂપ્સએ (૨૫૭૭૧ ફીટ), એમાડેબલમ (૨૨૩૪૯ ફીટ), મકાલુ ( ૮૪૮૫ મીટર) અને પુમોરી (૭૧૮૪ મીટર) વગેરે બર્ફીલા પહાડો ની વચ્ચેથી શરૂ થઈ ખૂબજ પ્રાથમિક સગવડો ધરાવતી નાની નાની લાકડાની પાતળી દીવાલો ધરાવતી ટી હાઉસ મા રાતવાસો કરી આગળ વધતા છેલ્લે એવરેસ્ટ બેઝ કેમ્પ પહોચવા સુધીની કઠીન સફર કરવી તે પણ અભિનંદનને પાત્ર છે.

ટ્રેકના દરેક તબક્કે શારિરિક થાકની સાથે ઓક્સિજન લેવલ ઘટતું જવાની ચાલવાની તકલીફ તો પડતી હતી પણ રાત્રે ઓક્સિજનનું પ્રમાણ દિવસ કરતા પણ ઓછુ થાય તેથી સુવામાં પણ તકલીફ પડતી હતી.
દર ૩ કલાકે ઊંઘ ઉડી જતી હતી અને ઊંડા શ્વાસ લેતા ૩૦ મિનીટ જેટલું જાગવું પડતું હતું. અને ફરી થી શ્વસન નોર્મલ થતા સૂઈ જતા !! આવું છેલ્લી ૩ રાત્રિ વિતાવી હતી.

આ પ્રકારના અતિ કઠિન ટ્રેક એટલેકે વિશ્વના સૌથી મુશ્કેલ ગણાતા EBC ટ્રેક કરવાથી એક (હોલિસ્ટિક હેલ્થ) સર્વાંગી તંદુરસ્તી સુધારવા માટેનો સમાજને સંદેશ આપે છે. જેથી કરીને આવા ટ્રેક કરવાથી શારિરિક તથા માનસિક એમ સર્વાંગી સ્વાસ્થ્ય સુધારવા અનેક રીતે મદદરૂપ થાય છે.આ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાનો અનુભવ અમારા જીવનનો યાદગાર અનુભવી બન્યો હોવાનું ડો. ધનંજય પ્રજાપતિએ  જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકા પ્રમુખની અપીલને પાટણ ના નગરજનોએ અનુસરી ગણેશ વિસર્જન કેનાલ માં ન કરી સહયોગ આપ્યો..

ધર્મ પ્રેમી નગરજનોએ ગણેશજીની પ્રતિમાને કેનાલમાં પલાળી નગરપાલિકાના ટ્રેક્ટરમાં...