google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના જુનાપાવર હાઉસ નજીક ખડકાયેલ ગંદકી ના ઢગલા મા આગ ભભૂકી ઉઠતા અફડા તફડી મચી..

Date:

પાલિકાના ફાયર વિભાગ દ્વારા ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી..

પાટણ તા. 10

પાટણ શહેરના કાજીવાડા ની બહાર જુના પાવર હાઉસ ની અંદર કચરાના ખડકાયેલા ઢગમાં અગમ્ય કારણોસર આગ લાગતા વિસ્તારના રહીશોમાં અથડા તફડી મચી જવા પામી હતી જોકે બનાવ ની જાણ પાલિકા ના ફાયર ફાઈટરને કરાતા તેઓએ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

પાટણના જુના પાવર હાઉસ પાછળના ભાગે એકત્ર કરાયેલા કચરાના ઢગમાં શનિવારે એકાએક આગ ભભૂકી ઉઠતા બાજુ ના એક મકાનની અંદર નુકસાન થયું હતું તો પ્લાસ્ટીકની ટાંકી પણ આગ મા બળી ગઈ હતી.

આ વિસ્તારના રહિશો દ્રારા બનાવની જાણ વિસ્તાર ના સેવાભાવી અને ક્રોગેસના આગેવાન ભૂરાભાઈ સૈયદ, આરીફ બાપુ, ઈરફાન શેખ ને કરતાં તેઓએ ધટના સ્થળે પહોંચીને નગર પાલિકાના ફાયર વિભાગ માથી લાયબંબો બોલાવી પાણી નો મારો ચલાવી આગ ને કાબૂમાં લેતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

કાજીવાડા વિસ્તારમાં ખડકાતી ગંદકી ના કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય જેને લઈને રહિશો એ આ વિસ્તાર માંથી કાયમી ગંદકી ની સમસ્યા નું નિરા કરણ લવાઈ તેવી માગ કરી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકા પ્રમુખે શ્રમિક યોજના અંતર્ગત કાર્યરત કરાયેલ અન્નપૂર્ણા સેન્ટરની મુલાકાત લીધી.

પાલિકા પ્રમુખે શ્રમિકોને પોતાના હસ્તે સ્વાદિષ્ટ ભોજન પીરસી જરૂરિયાતમંદ...

પાટણ કોટૅની પાછળ આવેલ શ્રમજીવી ના ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં…

પાટણ તા. ૧૬પાટણ કોર્ટની પાછળ આવેલ શ્રમજીવી વિસ્તારના ખુલ્લા...