યુનિવર્સિટીની પરીક્ષા શુદ્ધિ કરણ સમિતિની બેઠકમાં તપાસ રિપોર્ટ આધારે કમિટીએ દોષિત ઠેરવી સજા ફટકારી..
પાટણ તા. 10
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વાર્ષિક એમ.એ.ની પરીક્ષામાં પ્રાંતિજની એમ.સી દેસાઈ કોલેજમાં એમ.એ.માં અભ્યાસ કરતી પટેલ માનસી નામની વિદ્યાર્થીની દ્વારા એપ્રિલના અંતમાં કોલેજ ખાતે યોજાયેલ વાર્ષિક પરીક્ષામાં તેના બદલે તેની મિત્રને પરીક્ષા આપવા માટે બેસાડવી હતી.
જે મામલે કા. કુલપતિ ડૉ. રોહિત દેસાઈ દ્વારા બે સિનિયર પ્રિન્સિપાલની ટીમ તપાસમાં મુકતા તેમના દ્વારા સીસીટીવી ચકાસણી, નિવેદનો સહિતની તપાસની પ્રક્રિયા પૂર્ણ કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો.
વિદ્યાર્થીની ની સ્વૈચ્છાએ કબુલાતથી બે વર્ષ પરીક્ષા આપવા ઉપર પ્રતિબંધ
રિપોર્ટ અનુસંધાન કાર્યવાહીનો નિર્ણય લેવા માટે શુક્રવારે રાધનપુરના પ્રિન્સિપાલ સી.એમ ઠક્કરની અધ્યક્ષતામાં પરીક્ષા સુદ્ધિ સમિતિની બેઠક મા નિણૅય કરવામાં આવ્યો હતો.
શુધ્ધીકરણ સમિતિ નો રિપોર્ટ વંચાણે લેતા ડમીકાંડ થયો હોવાનું ફલિત થયું હોય વિદ્યાર્થીની ની સ્વેચ્છાએ કબુલાતને ધ્યાને લઈ નિયમ મુજબ બે વર્ષ પરીક્ષા આપવા ઉપર પ્રતિબંધ મૂકવાની સજા ફટકારી હોવાનું કમિટીના સભ્યે જણાવ્યું હતું.વિદ્યાર્થીની સગર્ભા હોઇ મિત્રને પરીક્ષા આપવા બેસાડી હતી.
પરીક્ષા શુદ્ધિ કરણ સમિતિમાં રજૂ થયેલ તપાસ રિપોર્ટમાં કરેલ કબુલાતમાં જાણવા મળ્યું હતું કે પરીક્ષા સમયે પરીક્ષાર્થી વિદ્યાર્થિની સગર્ભા હોઇ તેની યોગ્ય સ્થિતિ ન હોઇ નાપાસ થવાના ભયે મિત્રને પરીક્ષા આપવા બેસાડી હતી.તો આ બાબતે કોલેજ પાસે બેદરકારી બદલ નોટીસ આપી ખુલાશો મંગાશે.
પ્રાંતિજ કોલેજમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની ચકાસણીમાં બેદરકારીના કારણે જ ડમી વિદ્યાર્થીની પરીક્ષા આપવામાં સફળ રહી હોઇ બેદરકારી છતી થઇ છે. ભવિષ્યમાં આવી બેદરકારી ના થાય અને અન્ય કોલેજો તકેદારી રાખે માટે દાખલારૂપ કાર્યવાહી કરવા પ્રાંતિજની કોલેજ પાસે બેદરકારી બદલ નોટીસ આપી ખુલાશો માંગવામાં આવશે.તેવું યુનિવર્સિટી ના વહીવટી સૂત્રોએ જણાવ્યું હતું.
કોપી કેસ મામલે 8 છાત્રોને સજા
યુનિવર્સિટીની માર્ચ જુનની વાર્ષિક પરીક્ષામાં અલગ અલગ અભ્યાસક્રમમાં વિવિધ કોલેજોમાં આઠ વિદ્યાર્થીઓ ચોરી કરતાં નિરીક્ષકના હાથે પકડાતાં તેમની સામે પણ કોપી કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસો સમિતિમાં મુકાયા હતા. જેમની આપેલ પરીક્ષાનું પરિણામ રદ ઉપરાંત આગામી એક સેમની પરીક્ષા આપવા ઉપર પ્રતિબંધ ની સજા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી