પાટણના મહીન સ્વામીએ ધોરણ 10 સીબીએસસી ની પરીક્ષા માં એ વન ગ્રેડ પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્ર સિધ્ધી હાંસલ કરી…

પાટણ તા. ૧૫
પાટણ શહેરના જાણીતા સેલટેક્સ, ઇન્કમટેક્સ પ્રેક્ટિસનૅર મહેન્દ્રભાઈ હરગોવનદાસ સ્વામી અને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ આંબેડકર ઓપન યુનિવર્સિટીના
પ્રો.ડો.લીલાબેન મહેન્દ્રભાઈ ના સુપુત્ર વિવેકભાઈ મહેન્દ્રભાઈ સ્વામીના ચિરંજીવી મહિન સ્વામી એ તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 ની CBSC ની પરીક્ષામાં A/1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર સ્વામી પરિવાર નું તેમજ શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ નું ગૌરવ વધાર્યું છે. મહીન સ્વામી ની ઝળ હળતી સિધ્ધી બદલ તેઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરી સ્વામી પરિવારનું તેમજ શાળા પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સાથે મહીન સ્વામી ને સૌએ અભિનંદન પાઠવ્યા હતા.