fbpx

પાટણ કલેક્ટર દ્વારા 38 મહેસૂલી તલાટીઓ અને 31 કારકુનોને નાયબમામલતદાર તરીકે બઢતી અપાઈ..

Date:

જિલ્લાના ત્રણ મહેસુલી અધિકારીઓ ની અન્ય જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે પ્રમોશન અપાયું..

પાટણ તા.2 પાટણ જિલ્લામાં મહેસુલી તલાટી અને કારકુન તરીકે ફરજ બજાવતા મહેસુલી તલાટીઓ અને કારકુનોને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા કુલ 38 મહેસુલી તલાટીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી હતી. તો 31 કારકુનોને નાયબ મામલતદાર બઢતી આપવા આવી હતી જિલ્લામાં મહેસુલી તલાટી તરીકે બજાવતા કર્મચારીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપવા બાબતે લાંબા સમયથી માંગ હતી.

ત્યારે કલેક્ટર દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળો એ ફરજ બજાવતા 38 મહેસુલી તલાટીઓને અને 31 કારકુનોને નાયબ મામલતદાર તરીકેની બઢતી સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા.જેમાં ત્રણ નાયબ મામલતદારો એ અન્ય જિલ્લામાં પ્રમોશન મેળવ્યું હતું.આમ જિલ્લામાં કુલ 66 નાયબ મામલતદાર નું મહેકમ ભરાયું હોવાનું સુત્રો એ જણાવ્યું હતું. પાટણ જિલ્લા 165 ના મહેકમ સામે જિલ્લાના 69 મહેસુલી તલાટી અને કારકુન ને બઢતી સાથે બદલી આપવામાં આવી હતી જેમાં જિલ્લામાં કુલ 38 મહેસુલી તલાટી અને 31 કારકુન ને જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે તો ત્રણ મહેસુલી તલાટી અન્ય જિલ્લા નાયબ મામલતદાર ની બઢતી સાથે બદલી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

7:00 થી 13:00 સમય દરમ્યાન થયેલા મતદાનની ટકાવારી

11:- વડગામ :- 42.11% 15:- કાંકરેજ:- 32.15% 16 :- રાધનપુર :-...

મહાવીર સ્વામી જન્મ જયંતી અંતર્ગત “એક શામ પ્રભુ વીર કે નામ” સંગીતમય લોક ડાયરો યોજાયો..

પાટણ તા. ૬ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક...

રાધનપુરના રાપરીયા હનુમાન નજીક માર્ગ પર બાઈક સ્લીપ ખાય જતા પિતા પુત્રી ઘવાયા..

રાધનપુરના રાપરીયા હનુમાન નજીક માર્ગ પર બાઈક સ્લીપ ખાય જતા પિતા પુત્રી ઘવાયા.. ~ #369News