પાટણ તા. 13
હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ નગરપાલિકા દ્વારા પાટણના નગરજનોને પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવી છે.પાટણ નગરપાલિકા ચિફ ઓફિસર સંદીપભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા શહેરી વિસ્તારની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, “બિપરજોય” વાવાઝોડા ની સંભવિત અસરને લીધે પાટણ નગરપાલિકા ધ્વારા આપવામાં આવતા પીવાના પાણીના પુરવઠાને અસર થઈ શકવાની સંભાવના છે. તેથી જાહેર જનતાએ પીવાના પાણીની સુવિધાને ધ્યાનમાં રાખીને તા. ૧૪/૬/૨૦૨૩ થી તા. ૧૫/૬/૨૦૨૩ દરમ્યાન પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવા જણાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ નગર પાલિકા દ્વારા જાહેર જનતા જોગ પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરાઈ..
Date: