google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩:ઉજવણી..ઉજ્જવળ ભવિષ્યની…

Date:

પાટણના સાંતલપુર તાલુકાના ગોખાંતર સરકારી પ્રાથમિક શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ..

પાટણ તા. 13

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાંતરમાં સરકારી શાળામાં નાયબ વન સરંક્ષક બિન્દુબેન પટેલના હસ્તે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના પટાગણમાં બિન્દુબેન પટેલનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓના હસ્તે બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.આ પ્રસંગે નાયબ વન સરંક્ષક બિન્દુબેન પટેલે જણાવ્યું હતું કે નાના ભૂલકાઓને શાળા પ્રવેશ સમયે હુ તેઓનું સ્વાગત કરું છું તેઓ ભારતદેશનું ભાવિ છે અને તેઓના ઉજ્વળ ભવિષ્યથી ભારત દેશ સક્ષમ બનશે.

આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરાઈ હતી. કાર્યક્રમમાં મહાનુભાવોને પુસ્તક આપીને આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પ્રાથના, સ્વાગત ગીત તથા વૃક્ષારોપણ, બેટી બચાવો જેવા વિવિધ વિષયો ઉપર વક્તવ્ય રજૂ કર્યા હતા. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો અને શાળા સ્ટાફ હાજર રહ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા પંચાયત ના ઈતિહાસ મા સૌથી નાની ઉમરે પ્રમુખ તરીકે ચુટાતા હેતલબેન ઠાકોર…

ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઇ માલધારી અને કારોબારી ચેરમેન દિપક પટેલની...

પાટણ નગર પાલિકાને એડવાન્સ વેરા પેટે ર૦ દિવસમાં ૫૦૯ લાખ ની આવક થઈ…

તારીખ ૩૦ જૂલાઇ સુધી એડવાન્સ વેરો ભરપાઈ કરનાર મિલકત...

ધિણોજ નજીક ચાલતી બ્રિજની કામગીરી ને લઈ ભારે વાહનો માટે 20 દિવસ માગૅ બંધ કરાયો..

પાટણ જિલ્લા મેજીસ્ટ્રટ દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તેના અમલની...