fbpx

હારિજ ના યુવાનનું તંબોડીયાની નર્મદા કેનાલમાં ડૂબી જતાં મોત નીપજ્યું..

Date:

ગ્રેજ્યુએટ યુવાનના મોતને લઈ પરિવારજનો સહિત સગા સંબંધી અને સ્નેહી મિત્રોમાં શોક છવાયો..

પાટણ તા. 13

હારીજ ગામના યુવાનનુ તંબોડિયા ની નર્મદા કેનાલમાં ડૂબી જતાં મોત નિપજતા પરિવારજનોમાં ઘેરાશોકની લાગણી છવાઈ જવા પામી છે.

હારીજ ગામના વાઘેલા દિગ્વિજયસિંહ ગુલાબસિંહ શિક્ષિત આશાસ્પદ યુવાન પોતાના મામાના ગામ ચંદ્રૂમાંણા પોતાનુ સ્પેલેન્ડર બાઈક લઇ ગયા હતા.જે સોમવાર સવારે મામા ના ઘેર થી હારીજ પરત આવવા નીકળ્યા હતા.જે સમયસર ઘરે ન પહોંચતા પરિવાર દ્વારા ચિંતા વ્યકત કરી તપાસ કરતાં મામાના ઘરે થી નીકળયા હોવાનું જાણવા મળ્યું હતુ.

ત્યારે તપાસ કરતાં તેનું સ્પેલેન્ડર બાઇક તંબોડીયાની નમૅદા કેનાલ પાસે પડ્યું હોવાની જાણ થતાં પરિવારજનો નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા .અને પોલીસ ને જાણ કરી હતી.તંત્રએ એન ડી આર એફ ની ટીમ ને જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનોએ મૃતક યુવાનની શોધખોળ હાથ ધરતા તંબોડીયા ની નર્મદા કેનાલ માંથી નવ યુવાનની મૃત હાલતમાં લાશ મળી આવતાં પરિવાર શોકાતુર બન્યો હતો.

ગ્રેજ્યુએટ આશાસ્પદ યુવાનના મૃત્યુ થી રાજપૂત દરબાર વાઘેલા પરિવાર સહિત હારીજ નગરમાં ગમગીની છવાઇ જવા પામી હતી.તેના પરિવારજનોના જણાવ્યા મુજબ હાથપગ ધોવા જતા અથવા પાણી પીવા જતા તેનો પગ લપસી પડતા આ અકસ્માત સર્જાયો હોવાના અનુમાન સાથે મૃતક યુવાનનું પોલીસે પંચનામું કરી હારિજ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જીલ્લામાં 3 ઝોન માં 30,570 વિદ્યાર્થીઓ ધો.10, 12 ની બોર્ડની પરીક્ષા આપશે…

જિલ્લામાં ધોરણ 10 માં કુલ 18494 વિદ્યાર્થીઓ અને ધોરણ...

પાટણ લોકસભા ચૂંટણી દરમિયાન જિલ્લા ની 13 ચેક પોસ્ટ પર 39 સ્ટેટીક સર્વેલન્સની ટીમો ની બાજ નજર રહેશે..

જિલ્લાની ચાર વિધાનસભામાં ફલાઇંગ સ્કવોર્ડને કુલ 12 ટીમોની રચના...