યુનિવર્સિટી દ્વારા આયોજિત મન કી અયોધ્યા અંતર્ગત ૧૦૮ કુંડી સમરસતા યજ્ઞ કરાયો..
પાટણ તા. ૨૦
અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યા છે.ત્યારે હેમ. ઉ. ગુ. યુનિવર્સિટી દ્વારા આયોજિત મન કી અયોધ્યા કાર્યક્રમ ના ત્રીજા ચરણમાં શનિવારે આયોજિત ૧૦૮ કુડી સમરસતા યજ્ઞનો ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે અને સંતો- મહંતો સહિત ના આગેવાનો ની ઉપસ્થિતિ મા યુનિવર્સિટી ના ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે ભગવાન શ્રી રામ ના પવિત્ર વાતાવરણ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ સમરસતા યજ્ઞમાં આર્શિવચન પાઠવવા ખાસ પધારેલ રવિધામ ગાદીપતિ ૧૦૦૮ પ. પૂ. શ્રી સત્યાનંદ મહારાજે જણાવ્યું હતું કે સારા સમાજના નિમૉણ માટે સૌએ રામ ના પગલે ચાલવું પડશે અને તેના માટે સૌએ ઉચ નીચ નો ભેદભાવ દૂર કરવાથી જ રામ રાજય સ્થાપિત કરી શકાશે.
દરેકની આત્મા એક જેવી પંચ તત્વો થી બનેલ છે ત્યારે સૌએ સમરસતા થી રહેવું જોઈએ તેવું જણાવી રામ મંદિર ભારત દેશ નું પ્રતિક બની રહે તે માટે યજ્ઞ ના યજમાનો સહિત મન કી અયોધ્યા ના આયોજકો ને રૂડા આશીર્વાદ પાઠવ્યાં હતા.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ ના પ્રાત કાર્યવાહ શૈલેષભાઈ પટેલે સમરસતા યજ્ઞ નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે સમરસતા યજ્ઞમાં આહુતિ રૂપે આપણા મનમાં જે ખરાબ વિચારો, દુર્ગુણો, કુસંસ્કારો છે તે અપૅણ કરવાનો છે અને આ આહુતિના પરિણામ સ્વરૂપ આપણા આત્માના શુદ્ધિકાર સાથે મન અને બુદ્ધિની શુદ્ધિ કરશે. ભગવાન રામ અયોધ્યા મા બિરાજમાન બને તેના માટે સૌએ લાંબો સંઘર્ષ કર્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
યુનિવર્સિટી ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ૧૦૮ સમરસતા યજ્ઞ પ્રસંગે ઉપસ્થિત પ.પુ.સત્યાનંદ મહારાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ ના પ્રાત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ નું યુનિવર્સિટી પરિવાર દ્રારા ભગવાન શ્રી રામચંદ્રજી ની ફોટો પ્રતિમા અપૅણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
સમરસતા યજ્ઞ ની પૂણૉહૂતિ પ્રસંગે યજમાન પરિવારો સહિત યુનિવર્સિટી પરિવાર અને ઉપસ્થિત મહાનુભાવો દ્રારા ભગવાન શ્રી રામચંદ્રજી ની સમૂહ આરતી ઉતારી સમગ્ર વિશ્વમાં સમરસતા બની રહે તેવી કામના સાથે ધન્યતા અનુભવી હતી.
સમરસતા યજ્ઞ ને સફળ બનાવવા યુનિવર્સિટી ના કા. કુલપતિ ડો. રોહિતભાઇ દેસાઈ, કા. કુલ સચિવ ડો. કે. કે. પટેલ, શા. શિ. નિયામક ડો. ચિરાગ પટેલ સહિત યુનિવર્સિટી પરિવાર દ્વારા જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી