સ્ટાફ ભરતીના ઈન્ટરવ્યુ ની તારીખ યુનિવર્સિટી દ્વારા ફેરફાર કરાયો..
પાટણ તા. 16
બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને હેમ.ઉ.ગુ.યુનિ.સંલગ્ન સેલફાઇનાન્સ કોલેજોમાં કરારઆધારીત જગ્યાઓની ભરતીના ઇન્ટરવ્યૂ મોકુફ રાખવામાં આવ્યા છે તો હવે આ આઈન્ટરવ્યુ તા.18 જૂનથી લેવા માટેનો નિર્ણય કરાયો હોવાનું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ , કોમર્સ , સાયન્સ , બી.એડ , એમ.એસ.ડબલ્યુ , બી.આર.એસ , એમ.આર.એસ, બી.સી.એ , એમ.એસ.સી.આઈ.ટી , લો , બી.બી.એ , એમ.એસ.સી , એમ.એડ , નર્સિંગ , હોમિયોપેથિક , ફિઝિયોથેરાપી , ડિપ્લોમા ઇન ફાયર સેફ્ટી અને ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેકટર મળી કુલ 22 અભ્યાસ ક્રમોની કુલ 440 કોલેજોમાં 4509 જગ્યાઓ માટે કરાર આધારિત ભરતી પ્રક્રિયા માટે ઓપન ઇન્ટરવ્યૂ તા. 17,18,19 જૂન દરમિયાન પાટણ ખાતે આવેલા પીકે કોટાવાલા આર્ટસ કોલેજ , કોલેજ કેમ્પસ ખાતે સવારે યોજાનાર હતા.પરંતુ બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ઇન્ટરવ્યૂ મોકૂફ રાખી તા. 18 જૂનથી ઇન્ટરવ્યૂ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે તા. 17 જૂનના રોજ યોજનાર ઇન્ટરવ્યૂ હવે તા. 18 જૂને યોજાશે.18 – 19 બન્ને દિવસના નકકી કરાયેલા વિષયના ઇન્ટરવ્યૂ નકકી કરેલા સમય મુજબ જ યોજાશે.જેમાં કોઇ ફેરફાર કરાયો નથી. હવામાનને લઈ હજૂ તારીખોમાં ફેરફાર થવાની શક્યતાઓ હોય સતત અપડેટ માટે ઉમેરવારને ભરતીની http://nvmpatan.in વેબસાઈટ ઉપર સૂચનાઓ જૉવા યુનિવર્સિટી દ્વારા અપીલ કરાઇ છે.