google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણનાં વેપારી સાથે રૂા. ૧.૮૪ કરોડ ની ઠગાઇ કરનારા ડીસા નાં ચાર વેપારી બી ડિવિઝન પોલીસ મા હાજર થયા..

Date:

ચારેય વેપારીઓની અટકાયત કરી કોટૅ મા રજૂ કરાતા એક દિવસીય રિમાન્ડ પર સોપવામાં આવ્યા..

પાટણ તા.15
પાટણ શહેરનાં ઓઇલનાં વેપારી પાસેથી માલ મંગાવીને તેની બાકી નિકળતી રૂા. ૧,૮૪,૧૯,૫૪૮ની રકમ પાછી ન આપી ઠગાઈ કરનાર ડીસાના ચાર વેપારીઓ સામે પાટણ વેપારી દ્રારા ફરિયાદ નોધવા માં આવી હતી જે ફરિયાદ ના ધણા સમય બાદ ડીસાના ચારેય વેપારીઓ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસે તેઓની અટકાયત કરી કોટૅ મા રજુ કરતા કોટૅ દ્રારા ચારેય વેપારીઓ ને એક દિવસીય રિમાન્ડ પર સોપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ફાઇલ તસ્વીર

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના પદ્મનાભ મંદિર પાસે આવેલા સદારામ એસ્ટેટ મા ઓઈલમીલ ધરાવતા વેપારી પાસે થી ડીસાના ચાર વેપારીઓએ તેલ નો જથ્થો મંગાવી રૂ. ૧,૮૪,૧૯,૫૪૮ ની રકમ આપવાનાં હેતુથી ખોટા દસ્તાવેજ બનાવી ખોટા વે બીલ બનાવી ખોટા બીલ જનરેટ કરી તેની ખોટી વિગતો દર્શાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઈ કરી હોવાના મામલે તા. ૧૫-૫-૨૦૨૨નાં રોજ ડીસાની પેઢીના ચાર વેપારીઓ સામે પાટણ નાં વેપારી જયેશ કિર્તીભાઇ મોદીએ ફરીયાદ નોંધાવી હતી.

ફાઇલ તસ્વીર

અને વેપારી દ્રારા નોંધાવેલી ફરીયાદનાં અનુસંધાને પોલીસ દ્રારા ચાલતી તપાસ દરમ્યાન ડીસાનાં ચાર વેપારીઓ અશોક રસીકભાઇ, પિંકેશ અશોકભાઇ, ભરતભાઇ કેશવભાઇ, નિલેશભાઇ કાનુડા પાટણ ‘બી’ પોલીસ સ્ટેશન હાજર થતાં પોલીસે તેમની આ કેસમાં અટકાયત કરી પાટણની ચીફ જ્યુડિસીયલ કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે તેમને એક દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા.રિમાન્ડ દરમ્યાન પોલીસે ઝીણવટ પૂવૅક ની પુછપરછ હાથ ધરી હતી તો એક દિવસીય રિમાન્ડ પુરા થતા પોલીસે તેઓને આજે ફરીથી કોર્ટમાં રજુ કર્યા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.પાટણના વેપારી જયેશભાઈ દ્રારા આ કેસમાં પોલીસ દ્રારા તેઓને ન્યાય મળશે તેવી આશા વ્યકત કરી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ના વોડૅ નં. ૭ મા ખુલ્લી ગટરમાં માસુમ બાળકી ખાબકતા અફરા-તફરી મચી..

રાહદારીઓએ માસુમ ને તાત્કાલિક ગટર માંથી બહાર કાઢી જીવ...

પાટણ જિલ્લામાં શાંતિ પુણૅ માહોલમાં PSE અને SSE ની પરિક્ષા લેવામાં આવી..

પાટણ તા. 28રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા PSE પ્રાથમિક શિષ્યવૃત્તિ...

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘ વર્ષા વચ્ચે જન્માષ્ટમીના પાવન પવૅ ની ઉજવણી કરવામાં આવી..

શહેરના હિગળાચાચર ચોકમાં અને પદ્મનાભ મંદિર પરિસર ખાતે કૃષ્ણ...