google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

બિપરજોય ના પગલે યુનિવર્સિટી સંલગ્ન ચાર જિલ્લા ની કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અને વહીવટી કાર્ય ચાલુ રાખવા પરિપત્ર કરાયો..

Date:

પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા અને મહેસાણાની યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો ને પરિપત્ર કરાશે.

પાટણ તા. 15
બિપરજોય વાવાઝોડા ની સંભવિતતા ને ધ્યાનમાં લઈ ને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 4 જિલ્લાની કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો છે તો વહિવટી કાયૅ ચાલુ રાખવાની સુચના સાથે પરિપત્ર કરવામાં આવનાર હોવાનું યુનિવર્સિટી ના કા. રજીસ્ટાર ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું.પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા બિપર જોય વાવાઝોડાને લઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા ની કોલેજો બંધ રાખવાનો નિર્ણય યુનિ દ્રારા કરવામાં આવ્યો છે.

ગુરુવારે કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ વાવાઝોડું શુક્ર અને શનિ એટલે કે, તા. 16 અને 17 એમ બે દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં તબાહી મચાવી શકે છે. લેટેસ્ટ ફોરકાસ્ટ મુજબ આ બન્ને દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ ની અગાઈ પગલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ 4 જિલ્લામાં શિક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય હેમચંદ્રાચાર્ય યુનિએ લીધો છે. તો યુનિવર્સિટીમાં વહીવટી ભવન સહિત વિવિધ ડિપાર્ટમેન્ટ અને કોલેજ સ્ટાફ ને હાજર રહેવાનું રહશે તેમ યુનિ ના કાર્યકારી રાજીસ્ટાર ડો. ચિરાગ પટેલ જણાવ્યું હતું.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાટણ 78, સાબરકાંઠા 158, બનાસકાંઠા 117 અને મહેસાણાની 183, કોલેજોનું શૈક્ષણિક કાર્ય બંધ રહશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભારતમાલા રોડ પરથી અધિકારીઓની રહેમ નજર તળે પસાર થતાં હેવી વાહનો…

હાઇવે ઓથોરિટીના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યાં…પાટણ તા. ૨૮પાટણ...

પાટણ જિલ્લા વિચરતી જાતી ના પડતર પ્રશ્નો અંગે કલેકટર સમક્ષ રજુઆત કરાઈ..

પાટણ તા. ૨૧પાટણ કલેકટર કચેરી ખાતે વિચરતી જાતિના પેન્ડિગ...

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધનતેરસના પવિત્ર દિવસે ધનવંતરીની પૂજા કરવામાં આવી..

પાટણ તા. ૧૦પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડોક્ટર સેલ...